Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 83
________________ ભદ્રગુપ્ત વળી વજ્રસ્વામી, દશપૂર્વના ધારી, રાજસભામાં ઓઘો લઇને, શાસનશોભા વધારીરે. ગુરૂજીના ત્રણ વર્ષની વયમાં પણ જે, અંગ એકાદશ ભણતા, પદાનુસારી લબ્ધિધારી, સાધ્વીમુખથી સુણતા રે .. ગુરૂજીના૦ આર્યરક્ષિત ગુરૂરાજે સઘળું, કુટુંબ દીધું તારી, જિનશાસનની જયપતાકા, જગમાંહિ વિસ્તારી રે .. ગુરૂજીના૦ દેવર્ધિગણી ક્ષમાશ્રમણજી, વલ્લભીપુરમાં આવ્યા, અતિમોટા ઉપકારી જેમણે, આગમગ્રંથ લખાવ્યારે. ગુરૂજીના સાધુસંઘ એકત્ર કરીને, સૂત્રના પાઠ ઠરાવ્યા, .. આજે પણ એ પાઠો સૂત્રના, પ્રમાણભૂત મનાયારે ... ગુરૂજીના એમ અનેક સ્થવિર ભગવંતો, શાસનધ્વજ ફરકાવે, જ્ઞાન ચારિત્રને તપના તેજે, જિનશાસન દીપાવે રે . ગુરૂજીના૦ કોટિવાર એવા સ્થવિરોને, જંબુ વંદે ભાવે, કલ્પસૂત્રની વાણી સુણતાં, આનંદ મંગળ થાવે રે .. ગુરૂજીના બારસા સૂત્રની ગહુંલી ૯૭ (રાગ - રાખનાં રમકડાંને ..) બારસા એ સૂત્રકેરાં વચનો, હાંરે વચનો ગુરૂજી સુણાવે રે, સંઘસકળનાં દિલડાં ગુરૂજી, આનંદથી હરખાવે રે .. બારસા ભદ્રબાહુસ્વામી છે કર્તા, ચૌદ પૂર્વના ધારી, શ્રુતજ્ઞાનથી કેવલી સરખા, શાસનશોભાકારી રે .. બારસા એક એક અક્ષર એનો સહુ, શ્રોતા સુણજો ભાવે, બારમાસમાં એક જ આવો, મંગળ દિવસ આવે રે .. બારસા જિનવર ગણધર ને સ્થવિરોના, વૃત્તાંતો છે એમાં, પર્યુષણ અંગેની સાધુ-સામાચારી તેમાં રે.. બારસા ચૈત્યપરિપાટી કરો મળીને, પ્રભુને આંગીરચાવો, અહિંસાધર્મનો ધ્વજ ફરકાવો, શાસનડંકો બજાવોરે .. બારસા૦ Jain Education International ૬૪ For Private & Personal Use Only ૧ 3 ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98