Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જ્ઞાનપંચમીનીગફુલી ૧૦૦ (રાગ - લાખ લાખ દીવડાની આરતી ઉતારજો..) જ્ઞાનતણા દીવડાને ગુરૂજી પ્રગટાવે, જ્ઞાનનો મહિમા અપાર, આરાધો ભાવધરી જ્ઞાનને; આત્મમંદિરથી મોહહઠાવે, જાય અજ્ઞાન અંધકાર... આરાધો. લોક અલોકને જ્ઞાન પ્રકાશે, જ્ઞાનપ્રકાશથી અજ્ઞાનનાસે, જ્ઞાન છે ચહ્યુમનપાર.. આરાધો૦ જ્ઞાનપંચમીનો દિવસ છે આજે, પંચજ્ઞાનનો કહ્યો મહિમાગુરૂરાજે, જ્ઞાન છે ગુણમાં સિરદાર.. આરાધો૦ કોટિવર્ષ કરે જેહ અજ્ઞાની, કમની નિર્જરાતે કરે જ્ઞાની, શ્વાસ-ઉચ્છવાસ મોઝાર..આરાધો૦ પંચવર્ષ પંચમાસની છે સાધના, એ તપની જે કરે આરાધના, પામે તે જ્ઞાન અપાર.. આરાધો વરદત્ત ને ગુણમંજરીએ કીધી, આરાધના કરી મુક્તિ જ લીધી, પામ્યા શિવસુખઅપાર.. આરાધો૦ પછી અહિંસા પહેલું જ્ઞાન જ ભાખ્યું, જ્ઞાનીએ સાચું શિવસુખચાખ્યું, પંચજ્ઞાન પૂજોનરનાર..આરાધો૦ શ્રુતજ્ઞાનને નિત્ય ભવિ તમે સેવો. જેને પ્રણમે છે તીર્થંકર દેવો, સ્વપરપ્રકાશ કરનાર..આરાધો જ્ઞાનને વંદો જ્ઞાનીને વંદો, જ્ઞાનવિરાધના નિત્ય તમે ઇંડો, ટાળીને આઠઅતિચાર.. આરાધો૦ અરિહંતભાષિત આગમની વાણી, ગણધરદેવને હાથે ગુંથાણી, જંબૂવંદે કોટિવાર..આરાધો૦
૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98