Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જંબૂકહે એવા ગુરૂજીને વંદું, વહેતા શાસનની ધુર, જ્ઞાન-દર્શન-ચારિત્રપાલનમાં, નિરંતર જે છે મશગુલ. ગુરૂવાણીમાં) ૫૮ (રાગ - ભવિ ભાવે દેરાસર આવો...). એક ચિત્ત કરીને ભવિ સુણો, ગુરૂજીની વાણીને, આ ભવ પરભવ સુધારો, તારણહાર જાણીને... એક ચિત્ત) સાખી દશદષ્ટાંતે દોહિલો, માનવનો અવતાર, વાત કહી છે સૂત્રમાં, ઉત્તરાધ્યયન મોઝાર... તારણહાર જાણીને૦ અનંતપુણ્યના ઉદયથી, જિનવરદેવની વાણ, સુણવા ગુરૂમુખથી મળે, સાંભળોચતુરસુજાણ. તારણહાર૦ ઉત્તમ સામગ્રી મળી, ઉત્તમ સદ્ગરયોગ, સોનાને સુગંધનો, એ અનુપમ સંયોગ... તારણહાર૦ સ્થિતિ મોહનીય કર્મની, સીત્તેર કોડાકોડ, સાગરની છે પલકમાં, કરવા તેનો તોડ...તારણહાર૦ સાધિકઅગણોતેરનો, જ્યારે થાય વિયોગ, ત્યારે શ્રીજિનવાણીના, શ્રવણનો થાયેયોગ...તારણહાર૦ મિથ્યાભાવ અનાદિનો, કરે પલકમાં દૂર, કરતાં ગ્રંથિભેદને, ઉલટે આનંદપૂર... તારણહાર૦ આપી સમકિત રત્નને, કરે સફળ અવતાર, એવા ગુરૂચરણે નમે, નિત્ય જંબૂકોટિવાર...તારણહાર, ૫૯ (રાગ - કભી યાદ કરકે, ગલી પાર કરકે ...) આવો હળી મળીને, સહુ લળી લળીને, નિત્ય કરીએ ગુરૂને વંદના. (૨) પંચ ઇંદ્રિયના સંવરકારી, નવવિધ બ્રહ્મગુપ્તિના છે ધારી, સંવરકારી. એવા મહાયમીને, થઇએ પાવન નમીને નિત્ય કરીએ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98