Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
મિથ્યા અનાદિવાસના, અજ્ઞાન તિમિરભેદતા, દષ્ટાંત હેતુ તર્ક ભાખી, સર્વ સંશય છેદતા.. ભાગ્ય૦ જીવાજીવ-પુણ્ય-પાપ, આશ્રવ-સંવર-નિર્જરા, બંધ-મોક્ષ એ તત્ત્વનવને, વર્ણવેશ્રી ગુરૂવરા.. ભાગ્ય૦ પદ્રવ્યને સ્યાદ્વાદનું, સુંદર સ્વરૂપ બતાવતા, જ્ઞાનદીપકને ગુરૂજી, હૃદયમાં પ્રગટાવતા... ભાગ્ય૦ મોહથી ભૂલા પડેલા, જે ભમે ભવરાનમાં, પંથ શિવપુરનો બતાવી, લાવે તેહને સ્થાનમાં... ભાગ્ય૦ દશદષ્ટાંતે દોહિલો, નરજન્મમહાપુણ્ય મળ્યો, જંબૂકહેગુરૂરાજયોગે, આંગણે સુરતરૂ ફળ્યો... ભાગ્ય૦ ૭૪ (રાગ - દર્શન કરવાને અમે આવીયા ને કાંઈ આંગીનો ...) ગુરૂજીના મુખમાંથી પાણી ઝરે છે, તેનો ઝીલે છે ભવિજન સાર રે, ગુરૂજીની વાણી ભલી. ભુવનવિજય ગુરૂરાજપધાર્યા, આનંદનો નહીં પારરે.... ગુરૂજીની૦ પુનિત પગલાં ગુરૂજીનાં થયાં, બાલાપુરગામમોઝારરે... ગુરૂજીની વ્યાખ્યાન સુંદર વાંચે છે ગુરૂજી, મુગ્ધબન્યા છે નરનાર રે... ગુરૂજીની૦ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ યોગને, આદરતાં જાય સંસારરે... ગુરૂજીની ધન્યકુમારની કથાને સુણતાં, ઉપજે હર્ષ અપારરે... ગુરૂજીની વિવિધતા ગુરૂજીએ કરાવ્યા, આનંદઆનંદકારરે... ગુરૂજીની શાસ્ત્રરહસ્ય સમજાવે ગુરૂજી, સંશયછેદનહારરે... ગુરૂજીની જૈનશાસનનો ડંકો બજાવે, કરતા જગ ઉપકાર રે.. ગુરૂજીની સંવત બે હજાર પાંચમરે, ચોમાસે બાલાપુરમાંહ્યરે... ગુરૂજીની જંબૂકહે ગુરૂરાજપસાથે, વન્યજય જયકારરે... ગુરૂજીની૦ ૭૫ (રાગ-પાર્થપ્રભુજીને વિનંતિ મોરી માનના....) ગુરૂવરવાણીરે, હૃદયમાંહીધારજો, વચનો મજાનાં, જ્ઞાનખજાના, જ્ઞાનખજાના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98