Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
પિંડેવિશુદ્ધિચતુર્વિધ પાલે, પંચસમિતિના રંગમાં હાલે, ભાવે છે ભાવના બાર.. નિત્ય કરું સાધુની બારપ્રતિમાઓ આચરતા, પાંચ ઇંદ્રિયનો નિગ્રહકરતા, પાળે છે ઉત્તમ આચાર... નિત્ય કરું પચીશબોલે પડિલેહણકરતા, મનો-વચન-કાયવુતિને ધરતા. ધારે અભિગ્રહ ચાર. નિત્ય કj૦ કષ્ટ અનેક સહી જગમાં વિચરતા, ભવ્યજીવોને ધર્મમાં પ્રેરતા, જગમાંહી કરતા ઉપકાર... નિત્ય કરું, જગમાં જે ધર્મની જ્યોતિ પ્રગટાવે, અધર્મ અજ્ઞાન દૂર હઠાવે, પ્રગટાવે સમકિત મનોહાર... નિત્ય કરૂં૦ એવા ગુરૂજીને બે કર જોડી, જંબૂવંદે છેવાર કોડિકોડિ, હર્ષ ધરીને અપાર, નિત્ય કરૂં ૭૯ (રાગ - જીવનકી નાવ ન ડોલે...) કર્મવિચારતણી રે, હાં ગુરૂ વાત સુણાવે, સમ્યકત્વ શુદ્ધ બનાવે, હાં ગુરૂ વાત સુણાવે, જ્ઞાનાવરણીયન, દર્શનાવરણીય, કમનો ભેદકરાવે... હાં ગુ૦ વેદનીય કર્મ કહીસાતા અસાતા, વેદનાને દૂર હઠાવે... હાં ગુરુ મોહનીયકર્મની, માયા બતાવી, અંતરની દષ્ટિ ખુલાવે... હાં ગુરૂ૦ આયુષ્યકર્મનું, બંધન જણાવી, ભવનિર્વેદકરાવે... હાં ગુરૂ૦ નામગોત્રકર્મ કહી, ભિન્નભિન્ન ઉચ્ચનીચ, ભાવોને દૂર કરાવે... હાં ગુરૂ) અંતરાયકર્મનું સ્વરૂપ બતાવી, અંતરાય દૂર હઠાવે. હાં ગુરૂ૦ અદ્ભુત રચના,કમની વર્ણવી, વૈરાગ્ય ભાવ જગાવે... હાં ગુરૂ૦ અસ્થિર સંસારના, અસ્થિર ભાવો, ચિત્તમાંહી નિત્ય ઠસાવે... હાં ગુરૂ૦ દિવ્ય મનોહર, પ્રવચન અંજન, આંખોમાં રોજ લગાવે... હાં ગુરૂ૦ એવા ગુરૂનો યોગ, નિત્ય નિત્ય ચાહું, ગુરૂ વિના કોણ બચાવે... હાં ગુરૂ૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, અધ્યાત્મ રંગ લગાવે... હાં ગુરૂ૦
૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98