Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
૮૦ચૈત્યવંદનની વિધિદર્શાવતી ગહેલી
(રાગ - જીવનકી નાવ ન ડોલે...) ચૈત્યવંદનાણી રે, હાં ગુરૂ વિધિ બતાવે; દર્શન વિશુદ્ધ બનાવે હાં ગુરૂ વિધિ બતાવે. નિસ્સીહત્રિક કહી પાપવ્યાપારનો, નિષેધ જેહ કરાવે ... હાં ગુરૂ૦ પ્રદક્ષિણાથી ત્રણ, વાર જ્ઞાન દર્શન, ચારિત્ર રત્ન પમાવે ... હાં ગુરૂ પ્રણામત્રિક કહી, જિનેશ્વરદેવને, નમવાની રીત જણાવે... હાં ગુરૂ૦ વિધાપૂજા ને કહે, ત્રણ અવસ્થા, ત્રણદિશિ દષ્ટિ ત્યજાવે... હાં ગુરૂ૦ ભૂમિપ્રમાર્જન, આલંબનમુદ્રા, પ્રણિધાન ત્રણ બતાવે... હાં ગુરૂ૦ ભાવજિન દ્રવ્યજિન, એક ચૈત્ય નામ જિન, સર્વલોક ચૈત્ય પૂજાવે હાં ગુરૂ૦ વિહરમાન શ્રત, જ્ઞાન સિદ્ધ મહાવીર, ગિરનારે નેમિનમાવે ... હાં ગુરૂ) અષ્ટાપદ વંદી, શાસનદેવની, સ્મૃતિને ગુરૂજી કરાવે... હાં ગુરૂ૦ ભિન્ન ભિન્ન એવા, બાર અધિકારો, સૂત્રોમાં ગુરૂજી ઘટાવે... હાં ગુરૂ૦ પ્રત્યેક સૂત્રના, અક્ષરને સંપદા, ગણીને ગુરૂજી બતાવે... હાં ગુરૂ૦ આશાતનાઓનું, સ્વરૂપ જણાવી, આશાતના દૂર ટળાવે... હાં ગુરૂ૦ એવાં મનોહર, ભિન્ન ભિન્ન ચોવીશ, ધારોને ગુરૂજી બતાવે... હાં ગુરૂ૦ એવા ગુરૂજીનાં ચરણોમાં જંબૂ, નિત્ય નિત્ય શિરનમાવે... હાં ગુરૂ૦
પર્યુષણ પર્વની ગહેલીઓ ૮૧ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ક્રોડો પ્રણામ..) મંગળ પર્વ પજુસણ આજે, આનંદ અપાર, આજે આનંદ અપાર. જિનમંદિરે નોબત વાજે, દુંદુભિ નાદો ગગને જાગે, ઘંટારણ રણકાર... આજે૦ એક જ વાર વરસમાં આવે, ભવિજન મનમાં હર્ષનમાવે, સવિપર્વોમાં સાર...આજે૦ પ્રતિક્રમણનિત્ય વિધિશું કરીએ, પ્રભાતમાં જિનનામસમરીએ, તરવા આ સંસાર.. આજે૦
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98