Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જિનપૂજા જિનઆંગીચાવો, પ્રભુજીને કંઠે માળહેરાવો ચડાવો શણગાર...આજે૦ ગુરૂવરની નિત્ય વાણી સુણીને, ધર્મ આરાધી કર્મ હણીજે, સમજી પર્વનો સાર... આજે૦ પર્વ અનુપમ એહ આરાધી, આત્માનું હિત લેજો સાધી, ઉતરવા ભવપાર... આજે૦ પર્વ એ આનંદ મંગળકારી, જંબૂકહે સહુ પર્વમાં ભારી, વર્તે જય જયકાર... આજે૦ ૮૨ (રાગ - નાગરવેલીઓ રોપાવ..) ભવિજન આદરો સુખકાર, આવ્યાં પર્વ પજુસણ આજ; મહિમા એનો છે અપાર, આવ્યાં પર્વ પજુસણ આજ. એ પર્વમાં શ્રેષ્ઠ ગણાય, સવિ શિરોમણિ કહાય, આજે આનંદ અપાર... આવ્યાં૦ અમારિપડહવગડાવો, સવિજીવને અભય અપાવો સર્વધર્મનો એ સાર... આવ્યાં સાધર્મિક ભક્તિ ધરાવો, વાત્સલ્યને દિલમાંલાવો, શ્રાવકધર્મનો શણગાર...આવ્યો૦ ચૈત્યપરિપાટીકરાવો, પ્રભુજીની આંગીરચાવો, જિનદર્શન આનંદકાર..આવ્યો૦ નાગકેતુની પરે ભાવો, અઠમતપદિલમાં બાવો, આલોયણમાસની બાર...આવ્યાં સવિજીવને ખમો ખમાવો, વેર દિલમાં નહીં લાવો, મંગળપર્વનો એ સાર... આવ્યાં) એમ કૃત્યો પાંચ પ્રકારે, ગુરૂ સમજાવે વિસ્તારે, આરાધો ભલી પ્રકાર... આવ્યાં૦ મૂકી સવિ ઘરની ઉપાધિ, આ આઠ દિવસ આરાધી, કરો આત્મ-ઉદ્ધાર... આવ્યાં૦
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98