Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
આનંદ વ્યાપ્યો સર્વજગતમાં, લોકો સહુ જનપદના; પ્રમોદકીડા કરી રહ્યા છે, હર્ષપ્રફુલ્લિતવદના. ઉપદ્રવ દૂરપલાવે.. ..સહઆનંદ૦ પૃથ્વી સઘળી ખીલી ઉઠી છે, ધાન્ય મનોહર રાજે; પશુ-પંખી કલ્લોલ કરતાં, નિર્ભય થઇને ગાજે, વનરાજિ વિકસિત થાવે.. ઓ .. સહુ આનંદ, ગગનાંગણમાં ગ્રહો સઘળા, ઉચ્ચ સ્થાનકે વિલસે; મધરાતે નવ માસને ઉપર, સાડા સાત જ દિવસે. માતાને પ્રસુતિ થાવ. ઓ. સહુ આનંદ, ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે, પ્રથમચંદ્રનાયોગે; ચૈત્રસુદિ તેરસને દિવસે, સર્વે શુભસંયોગે. જગમાંહિ જય જય થાવે.. ઓ .. સહુ આનંદ, તેહ જ કાળે તેહ જ સમયે, સર્વ જગતની માતા; આરોગ્યાશ્રી ત્રિશલાદેવી, ત્રણ જગતના ત્રાતા. પુત્રને જન્મ જ આપે..ઓ.. સહુ આનંદ વીરપ્રભુનો જન્મ સુણીને, ભક્તિ દિલમાં ધારી; અક્ષતને સોનાં રૂપાનાં, ફૂલથી સૌ નરનારી. હર્ષથી વીરને વધાવે.. ઓ. સહુ આનંદ૦ વીરપ્રભુનું નામ જ લેતાં, આનંદ મંગળ થાવે; વીરજન્મવાંચનને દિવસે, સંઘસકળ હરખાવે. જંબૂનો હર્ષ નમાવે... ઓ ... સહુ આનંદ૦
પાંચમાવ્યાખ્યાનની ગહુંલીઓ
૮૯ (રાગ - રાખનાં રમકડાંને....) વીરજીનામુખડાને જોવા, હાંરે જોવાહર્ષભરાયાંરે, ઇંદ્ર ઈંદ્રાણી દેવદેવીઓ, સ્વર્ગલોકથી આવ્યાંરે .. વીરજીના૦ રત્નકનકમણિવૃષ્ટિ કરતા, સિદ્ધારથ ઘર ઉપરે, દેવદેવીનાં ટોળે ટોળાં, ગગનાંગણથી ઉતરેરે.. વીરજીના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98