Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 78
________________ ક્ષત્રિયકુંડમાં મંડપતોરણ,ઠામઠામ બંધાયાં, વાજિંત્રોનાવાગેનાદો, મંગળગીત ગવાયાંરે..પાંચમા) ઈંદ્ર ઉપાડી પ્રભુની પાલખી, રાજમાર્ગ પર ચાલે, અસંખ્ય નરનારીગણ પ્રભુને, ધારી ધારી નિહાળે રે..પાંચમા) એક સહસ્ર યોજના ઇંદ્રધ્વજ, ઉંચો આગળ ચાલે, દેખી અનુપમ વરઘોડાને, હર્ષમાં લોકો હાલેરે. પાંચમા) જય જય નંદા જય જય ભદ્દા, એમ શબ્દ ઉચ્ચારે, કુલનાવૃદ્ધોકુલનારીઓ, લુંછણાને ઉતારે. પાંચમા કાર્તિક વદ દશમીને દિવસે, થયા પ્રભુ સંયમધારી, જંબૂકહે પ્રભુવીરનું શાસન, વર્તે જય જયકારી રે..પાંચમા - છઠ્ઠાવ્યાખ્યાનની ગહુલી ૯૨ (રાગ-મેરા દિલ તોડનેવાલે.) સુણો સહુ સાજનો ભાવે, ગુરૂમહારાજનાં વચનો, કરે આનંદ અતિ દિલમાં, ખજાનો છે સુધારસનો..સુણો૦ કહે શ્રી કલ્પસૂત્રતણી, મધુરી વાણી ગુરૂરાયા, પ્રભુવીરની કથા પાવન, બનાવે ચિત્તને કાયા.. સુણો૦ ‘પ્રભુ શ્રીવીર સંયમ લઇ, નગરથી નીકળ્યા જ્યારે, કરૂણસ્વરથીનગરલોકો, રૂદન સર્વેકરે ત્યારે સુણો૦ પ્રભુવીરના વડિલ બંધુ, હૃદયમાં શોકથી છાયા, રડેશ્રીનંદિવર્ધન ભાઇ, અરે વીર ક્યાં તમે ચાલ્યા.. સુણો૦ વળાવી વીરને પાછા, ફર્યાસહુઆંસુની ધારે, રૂદન કરતાં ઉચે સ્વરથી, પ્રભુ શ્રીવીરવિહારે.. સુણો૦ તપે તપ ઘોર શ્રી મહાવીર, પ્રભુજી વર્ષ સાડા બાર, સહે અતિ ઘોર ઉપસર્ગો, ક્ષમા-કરૂણાતણા ભંડાર.. સુણો૦ પ્રભુ બેસે ન ભૂમિ પર, કદી પણ નિંદનવિ લેતા, ખપાવે ઘાતિકમોને, અનાદિ મોહના જેતા. સુણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98