Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 63
________________ ૨ તપ-નિયમને જ્ઞાનવૃક્ષ પર, આરૂઢ થઇ ભગવાન, ભવિજનના પ્રતિબોધને માટે, વરસાવે છે જ્ઞાન. ગુરૂવાણી ગણધરદેવો બુદ્ધિવસ્ત્રથી, ઝીલે વચનરસાળાં, તીર્થંકરભાષિત વચનોની, કરે મનોહરમાળા... ગુરૂવાણી) અર્થને ભાખે અરિહંતપ્રભુ, સૂત્રગુંથે ગણધારી, નિપુણ સૂત્રની થાય પ્રવૃત્તિ, શાસનને હિતકારી... ગુરૂવાણી) એવી મનોહર વાણી સુણાવી, કરે મોટો ઉપકાર, જંબૂકહે એવા ગુરૂ વંદું, કોટિ કોટિ વાર... ગુરૂવાણી) ૭૨ (રાગ - હવે થોડા થોડા થાવ વરણાગી...) તમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી, ઓ ભવિ તમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી, ભવજલથી તારક જાણી, ઓ ભવિતમે નિત્ય નિત્ય સુણો ગુરૂવાણી) ઈહલોક-પરલોકહિત કરનારી, એવી ગુરૂજી કહે છે જિનવાણી.. ઓ ભવિ૦ તમે સંવરને આદરોને આશ્રવથી અટકો, વૈરાગ્ય હૃદયમાં આણી... ઓ ભવિ૦ પામ્યા છો જૈનધર્મજગતમાં મોટો, અસારસંસારનો છોડોમોહખોટો, કરો દુર્લભ ધર્મકમાણી... ઓ ભવિ૦ બહિરાત્મા અને અંતરઆત્માનું, સ્વરૂપ બતાવે પરમાત્માનું, દિલમાં ઉતારો ભવ્યપ્રાણીઓ ભવિ૦ બહિરાત્માભાવને ગુરૂજીત્યજાવે, અંતરઆત્માની ભાવના જગાવે, બનો પરમાત્મપદધ્યાની... ઓ ભવિ૦ જંબૂકહે ગુરૂચરણે ઝુકાવું, કોડક્રોડવાર નિત્ય શિરનમાવું. ભક્તિ હૃદયમાં આણી... ઓ ભવિ૦ ૭૩(રાગ આહાકેવું ભાગ્ય જાગ્યું ...) ભાગ્ય આજે ખીલી ઉઠ્ય, ગુરૂજીનાં વચનો મળ્યાં, ગુરૂજીનાં વચનો મળ્યાં, અજ્ઞાનસઘળાં દૂર ટળ્યાં... ભાગ્ય૦ વૈરાગ્યસુંદરરસ ભરેલાં, મોહતાપશમાવતાં, માયામમતા દૂર કરીને, જેહસમતા સ્થાપતાં... ભાગ્ય૦ ४८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98