Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જ્ઞાનસુધારસ-પ્યાલા પીલાવે; ઝીલાવે ઉપશમધારરે- ધર્મતારી0 જિનેશ્વરવાણીની, વીણા બજાવે; ગજાવે બાલાપુર ગામ રે - ધર્મતણી, દુઃખો ભૂલાવે, ધર્મે ઝુલાવે; ખોલાવે વિવેક નેત્રરે - ધર્મતણી, સિંચે છે ભાવે, બોધિબીજ વાવે; ઉગાવે ધર્મ અંકુર રે - ધર્મતણી મોહને ભગાવે, જ્યોતિ જગાવે; લગાવે વૈરાગ્યરંગ રે - ધર્મતણી જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, તારે જે ભવજલપાર રે - ધર્મતણી ૬૯ (રાગ - મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂવાણી મધુરી સુણાવે, ઓ.. આનંદ અતિ ઉપજાવે. વીતરાગની વાણીને ભાખે, આનંદ-મંગળકાર; સદ્ગતિને શિવસુખ કરનારી, દુર્ગતિદુ:ખ હરનારી. ઉપદેશામૃત વરસાવે. ઓ ... આનંદ૦. જ્ઞાનદીપકની જ્યોતિ ગુરૂજી, અંતરમાં પ્રગટાવે; કાળ અનાદિકેરૂં મિથ્યા-મોહતિમિર હઠાવે. સમ્યગ્દર્શન પ્રગટાવે.. ... આનંદ૦ ભવાટવીમાં ભવ્ય જીવોને, સાચો માર્ગ બતાવે; શિવનગરીના સાર્થવાહની, પદવી સાચી ધરાવે. ભૂલ્યાને માર્ગે લાવે..ઓ... આનંદ૦ સ્યાદ્વાદને સપ્તભંગીની, રચનાઅતિમનોહારી; સાતનયોને ચાર અનુયોગે, વાણી જય જયકારી નવતત્ત્વસ્વરૂપ જણાવે... ઓ ... આનંદ૦ કર્મબંધના હેતુ ગુરૂજી, વિસ્તારે સમજાવે; કર્મ નિકાચિત હરવા તપના, બાર પ્રકાર બતાવે. ધર્મનો મર્મ જણાવે.. ઓ ... આનંદ૦ આપીને ઉપદેશ નિરંતર, ધર્મમાં ગુરૂજી જોડે; કાળ અનાદિ મોહની વાસના, વચન બાણથી તોડે. વૈરાગ્યનો રંગ લગાવે..ઓ... આનંદ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98