Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 59
________________ જંબૂ કહે એવા ગુરૂવરને, વંદું શિર નમાવી; ભવજલથી જે પાર ઉતારે, સમકિતરત્ન પમાવી. આનંદ અપૂરવ થાવે .. ઓ ... ઉપદેશ ૬૫ (રાગ - દર્શન કરવાને અમે આવીયા રે કાંઇ આંગીનો રૂડો ..) ગુરૂજી કહે છે સુણો ભવિકજન, કરો આત્માનો વિચાર રે, મિથ્યા માયા સંસારની.૧ તન-ધન-યૌવન અશાશ્વતાંરે, ક્ષણમાં પામે વિનાશરે. મિથ્યા અણધારી વાગશે કાળની ઘંટડી, ઉપાડી જશે યમરાજ રે. મિથ્યાવ એકગતિમાંથી જીવ બીજી ગતિમાં, રખડે નિત્ય સંસારરે. મિથ્યા૦ કર્યાં કર્મો જીવ એકલો ભોગવે, થાય ન કોઇ સહાય રે. મિથ્યા મારૂં તારૂં તમે શાને કરો છો, સ્વાર્થી સહુ પરિવાર રે . મિથ્યા૦ અશુચિ કાચી માટીની કાયા, શાને કરો શણગાર રે ... મિથ્યા૦ મન-વચ-કાયયોગે આશ્રવથી, કર્મો સવિ બંધાય રે ... મિથ્યા૦ ભવિજનસંવરભાવને આદરો, આવતાં કર્મ રોકાય રે તપ જપ કરીને ધર્મ આરાધો, કર્મની નિર્જરા થાય રે ... મિથ્યા ધર્મ જ એક છે સાચો સહાયક, ભવજલતારણહાર રે ... મિથ્યા લાખ ચોરાશી ફેરા અનંત ફર્યા, લોકમાંહે ચૌદરાજ રે... મિથ્યા પુણ્યથી નરભવ પામ્યા છો આજે, કરો સમકિત ઉજમાળ રે. મિથ્યાવ એવી મનોહર દેશના સુણાવે, થાયે આનંદ અપાર રે ... મિથ્યા જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, નિત્ય નિત્ય કોટિવાર રે ... મિથ્યા ... મિથ્યાવ ૬૬ (રાગ - આહા કેવું ભાગ્ય જાગ્યું ...) ધન્ય દિવસ આજ મારે, યોગ ગુરૂજીનો મળ્યો, યોગ ગુરૂજીનો મળ્યો, ઉપદેશ ગુરૂજીનો મળ્યો ... ધન્ય૦ ગુરૂરાજના મુખમાંથી, સુધાસમ વચનો ખરે, દૂર હરે સંસારના, સંતાપને દિલડાં ઠરે... ધન્ય૦ જ્ઞાનનો તો છે ખજાનો, વાણીની ગંગા વહે, ચમત્કારક ચિત્તમાંહી, નવી નવી વાતો કહે ... ધન્ય૦ ૪૪ Jain Education International For Private & Personal Use Only ૭ ૩ ૪ ૫ ૬ ૭ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ 3 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98