Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
૬૨ (રાગ - રાખનાં રમકડાંને ...)
જ્ઞાનકેરા દીવડા ગુરૂરાજે, હાંરે ગુરૂરાજે પ્રગટાવ્યારે, કાળઅનાદિકેરાં મનથી, મોહતિમિર હઠાવ્યાંરે જ્ઞાનકેરા સૂત્રની દેશના આપે ગુરૂજી, મીઠી અતિ મનોહારા, વીજિણંદની વાણી સુણાવે, આનંદ આવે અપારારે, જ્ઞાનકેરા મોહને ટાળી અંતર દૃષ્ટિ, ખોલે સદ્ગુરૂરાયા,
ભવનાટકનો ખેલ બતાવે, જૂઠી જગતની માયા રે ... જ્ઞાનકેરા પ્રવચન અંજન સદ્ગુરૂ આંજે, ભાખી જિનવર વાણી, મનના સઘળા સંશય ભાંજે, અવધારો ભવિપ્રાણીરે ... જ્ઞાનકેરાવ ભવિજન જિનવરધર્મ આરાધો, અવસર ઝટ વહી જાવે, ધર્મ વિનાના પ્રાણી છેવટ, ખાલી હાથે જાવે રે ... જ્ઞાનકેરાટ ઝાંઝવાનીર જેવા પુદ્ગલના, સુખ પાછળ કિમ દોડો, સાચા સુખને ગુરૂજી બતાવે, ધર્મમાં પ્રીતડી જોડો રે ... જ્ઞાનકેરા મનમંદિરમાં નિત્ય વસાવો, ગુરૂવરકેરી વાણી, આનંદ મંગળને કરનારી, અમૃતરસની ખાણી રે ... જ્ઞાનકેરા નિત્ય ભવિજન સુણવા આવો, દુર્લભ સદ્ગુરૂસંગ, શિવપુરપંથ બતાવી ધર્મનો, ગુરૂજી લગાવે રંગરે ... જ્ઞાનકેરા જંબૂ કહે એવા ગુરૂવરને, વંદું કોટિવારા, જન્મ-મરણનો ફેરો ટાળી, ઉતારે ભવપારારે .... જ્ઞાનકેરા૦
૬૩ (રાગ -ગિરિવર દરિશન વિરલા પાવે ...) ગુરૂવરવાણી વિરલા પાવે, પૂરવ સંચિત કર્મ ખપાવે. ગુરૂવર૦ તીર્થંકરભગવંતની વાણી, ઉપદેશમાંહી ગુરૂજી સુણાવે ... ગુરૂવર૦ એકએક અક્ષર ભાવથી સુણતાં, કર્મ અનંતની નિર્જરા થાવે ...... ગુરૂવર૦ અસંખ્યભવનાં સંચિત કર્મો, સ્વાધ્યાયયોગમાંહીલય પાવે ગુરૂવ ક્ષમાશ્રમણ શ્રીસંઘદાસગણી, વ્યવહારભાષ્યમાં એમ બતાવે ... ગુરૂવર૦ ભવાભિનંદીબની પરભાવે,આત્માને રમતાં અટકાવે. ગુરૂવર૦
૪૨
Jain Education International
For Private & Personal Use Only
૧
ર
3
૫
૬
૭
८
૯
www.jainelibrary.org
Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98