Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 55
________________ ચાર કષાયના ગુરૂજી છે ત્યાગી, મુક્તિતણા સુખના અનુરાગી, ગુરૂજી છે ત્યાગી. મોહ ઉપશમીને, મિથ્યાભાવ વમીને ... નિત્ય કરીએ૦ પંચમહાવ્રત પાલનહારા, પાલે પલાવે પંચ આચારા, પાલનહારા. અતિહર્ષ ધરીને, બહુમાન કરીને ... નિત્ય કરીએ પંચ સમિતિ ત્રણગુપ્તિએ ગુપ્તા, એવા છત્રીસ ગુણોથી છે જુત્તા, ગુપ્તિએ ગુપ્તા. એવાસંયમધરને, જ્ઞાની ગુરૂવરને ... નિત્ય કરીએન્ટ જ્ઞાનદીપકની જ્યોતિ જગાવે, જ્ઞાની ગુરૂજી માર્ગ બતાવે, જ્યોતિ જગાવે. મોહતિમિર હરીને, સમ્યગ્દર્શન ધરીને ... નિત્ય કરીએ૦ વાણીસુધારસ ગુરૂજી પીલાવે, આનંદ દિલમાં અતિ પ્રગટાવે, ગુરૂજી પીલાવે. પીઓ ભરી ભરીને, અતિઉલટ ધરીને ... નિત્ય કરીએ૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદન, તોડે અનાદિ કર્મોનાં ફંદન, ગુરૂજીને વંદન. કર જોડી કરીને, ગુરૂપાયે પડીને ... નિત્ય કરીએન્ટ ૬૦ (રાગ - આતો લાખેણી આંગી કહેવાય ...) ભવિ સુણો સદા સુખદાય, વાણી ગુરૂવરની, જેથી પાતક દૂર પલાય, વાણી ગુરૂવરની. જેના સેવનથી ભવભવતાપ શમે, રાગ-દ્વેષાદિ વિકારો ઉપશમે, સંસાર સમુદ્ર તરાય ... વાણી ગુરૂવરની અજ્ઞાન તિમિર સવિ દૂર હઠે, જ્ઞાનદીપકની જ્યોતિ ઘટમાંહી પ્રગટે, શુદ્ધ આત્મસ્વરૂપ જણાય ... વાણી ગુરૂવરની જન્મ-મૃત્યુનો ફેરો અનાદિટળે, મોક્ષનગરીનાં શાશ્વતાં સુખો મળે, જો જિનવરવાણી આરાધાય ... વાણી ગુરૂવરની0 એવી જિનવરની વાણીને ગુરૂવર કહે, નવતત્ત્વનાં વર્ણન થકી ગહગહે, જીવાજીવસ્વરૂપ સમજાય ... વાણી ગુરૂવરની ગુરૂવાણીનું નિતનિત શ્રવણ કીજે, મોહ-મિથ્યાત્વ દુરિત જેથી ધ્રુજે, શુદ્ધ સમકિતરત્ન પમાય ... વાણી ગુરૂવરની Jain Education International ४० For Private & Personal Use Only ૫ ૭ ૧ ૨ ૩ ૪ ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98