Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
શંકા-કાંક્ષાવિચિકિત્સાનિવારી, સમકિત રત્ન દીપાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ આવો આવો ને સખી, જોવા સંસારનું, નાટક ગુરૂજી બતાવે... હાં ગુરૂ.રંગ લગાવે૦ જન્મ-જરા ને વળી, મૃત્યુ પરંપરા, ત્રણ એ અંક બતાવે... હાં ગુરૂ રંગ લગાવે એવા ગુરૂનો યોગ, નિત્ય નિત્ય હોજો, જીવનઉજમાળ બનાવે, હાં ગુરૂ રંગ લગાવે૦ જંબૂકહે એવાં, ગુરૂજીને વંદું, ભવસિંધુ પાર કરાવે... હાં ગુરૂ રંગ લગાવે૦ ૩૪ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી...) સુંદર લાગે છે અને ગુરૂજીની દેશના, અંતરમાં હર્ષ ન માય રે... ધન્ય સખી દિવસ છે આજનો. પુણ્ય ઉદયે કરી, ગુરૂજી પધાર્યા, સંઘનાં દિલ હરખાયરે. ધન્ય૦ બુદ્ધિનિધાન ગુરૂ, ઉપદેશ આપે; પ્રગટ્યાં છે પુષ્યનિધાન રે. ધન્ય૦ ભવરૂપ રોગના, વૈદ્ય ગુરૂજી; ધર્મ ઔષધદાતારરે. ધન્ય૦ સુખી કરે ત્રણ, શલ્યો નિવારી, માયા-મિથ્યાત્વ-નિદાનરે ધન્ય૦ પંચમહાવ્રત પાલનહારા, ત્યજી સંસાર અસારરે.ધન્ય૦ સંયમતાથીપર, આરૂઢ થઇને, છત્રધરી જિનઆણ રે. ધન્ય૦ મુનિરાજ વિચરે,કરતા નિરંતર, શિવપુરમાર્ગે પ્રયાણ રે. ધન્ય૦ જંબૂ કહે એવા ગુરૂજીને વંદું, ઉતારે જે ભવાનરે. ધન્ય૦ ૩૫ (રાગ - લેશો નિસાસા, પરણેતરના...) ગુરૂવરવાણી, અમીયસમાણી. શ્રવણે સુણી સખી આજ... આનંદ વ્યાપે ઘણો૦
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98