Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
૪૫ (રાગ - વીર તારૂં નામ વ્હાલું લાગે ...)
...
ગુરૂજીની વાણી મીઠી લાગે, હો બેન શિવસુખકારી; દુર્ગતિમાંહિ, પડતાં બચાવી; સદ્ગતિ પહોંચાડનારી ... હો બેન૦ ઇહલોકને, પરલોક સુધારી; ભવજલતારણહારી ... હો બેન૦ કુમતિને કાપી, સુમતિને આપી; ભવભ્રમણ હરનારી ... હો બેન૦ જિનરાજ ભાખે, પર્ષદામાંહિ; ઝીલે સવિ ગણધારી ... હો બેન૦ સૂત્ર સિદ્ધાંતોની, રચના કરીને; ગુંથી બનાવે માળ સારી હો બેન૦ અનંતપુણ્યની, રાશિ જો હોય તો; સુણવા મળે જિનવાણી હો બેન૦ એવી જિણંદની, વાણી સુણાવે; ગુરૂ મારા ઉપકારી ... હો બેનન્ટ ગુરૂજીના મુખમાંથી, નીકળે છે ધારા; કર્મ કલંક હરનારી હો બેન૦ જ્ઞાનદીપકની, જ્યોતિ જગાવી; અજ્ઞાન દૂર કરનારી ... હો બેન નિત્ય નિત્ય ભાવથી, સુણવાને આવજો; હર્ષ ધરીને નરનારી હો બેન૦ જંબૂ કહે ગુરૂ-વાણીને સુણતાં; લહીએ ભવજલપારી ... હો બેન૦ ૪૬ (રાગ- પારેવડા જાજે વીરાના દેશમાં ...)
આનંદ આવેગુરૂવ્યાખ્યાનમાં, વાણીસુધારસપાનમાં ... હો આનંદ૦ વૈરાગ્યરસની ધારા વહે છે, મીઠી મધુર ગુરૂવાણમાં ... હો આનંદ૦ ધર્મરૂપી જલ સિંચી નિરંતર, અંકુરા લાવે પાષાણમાં. હો આનંદ૦ અણમોલ બોધભર્યા ગુરૂજીના શબ્દો, ગુંજે નિરંતર કાનમાં. હોઆનંદ૦ આર્ત-રૌદ્રદોય ધ્યાન નિવારી, સ્થાપે છે ચિત્ત ધર્મધ્યાનમાં. હો આનંદ ગુરૂરાજનૈયાને ડૂબતાં બચાવે, ભવસાગરના તોફાનમાં. હોઆનંદ૦ મોહમાયાની નિદ્રાનિવારી, લાવે ભવિને ભાનમાં ... હોઆનંદ૦ સન્માર્ગદર્શક ઉપદેશ આપી, લાવે સહુને જ્ઞાનમાં ... હો આનંદ દુર્લભ ધર્મની પામી સામગ્રી, ગુમાવો નહી અજ્ઞાનમાં. હો આનંદ૦ જંબૂ કહે જિનવાણીની સેવના, પહોંચાડે શિવપુરસ્થાનમાં. હો આનંદ૦
Jain Education International
૩૧
For Private & Personal Use Only
૧
ર
૩
૪
૫
८
૯
૧૦
૧૧
www.jainelibrary.org
Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98