Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
વીતરાગની વાણી ભાખે છે, મુક્તિનો મારગ દાખે છે; ભવિજીવોને નિત પ્રતિબોધન કરનારા...ઉપાકરી જલધારતણી પરે ગાજે છે, અંતરના સંશય ભાંજે છે; વરસે છે અમૃતસરખી વાણીધારા... ઉપાકરી ગુરૂ જ્ઞાનની ગંગા વહાવે છે, ભવિજનને સ્નાન કરાવે છે; ઉપદેશામૃતથી મન પાવન કરનારા...ઉપકારી0 મિથ્યાત્વનું શલ્ય ઉખાડે છે, બોધિનું બીજ ઉગાડે છે; વીરવાણીના જલનું સિંચન કરનારા... ઉપકારી૦ જીવનને ધર્મમાં જોડે છે, સંસ્કારો મોહના તોડે છે; સાચા સંસ્કારો આત્મામાં પૂરનારા...ઉપકારી0 જે ક્રોધકષાય શમાવે છે, વળી માનરિપુને નમાવે છે; માયાને લોભ વળી જે દૂર કરનારા... ઉપકારી૦ જ્ઞાન-દર્શન-ચારિત્રધારક છે, નિજ આત્માના ઉદ્ધારક છે; મુક્તિનો માર્ગ બતાવી તારણહારા...ઉપકારી0 જંબૂઇમ ગુરૂગુણ ગાવે છે, ભક્તિથી શીષ નમાવે છે; એવા ગુરૂચરણને કોટિ કોટિ વારા... ઉપકારી0 ૫૧ (રાગ - મનમંદિર, આવો રે કહું એક..) મનમંદિર સ્થાપો રે, ગુરૂવરની વાણી; સખી હર્ષે સુણીએ રે, અમૃતરસખાણી... મનમંદિર૦ વ્યાખ્યાન રસીલાંરે, ગુરૂ મારાઆપે; ભવવૃક્ષનાં મૂળીયાં રે, ઉપદેશકાપે...મનમંદિર૦ વ્યાખ્યાનની શૈલીરે, મીઠી મધુરી રે; મન સુણવા ઉલસે રે, જ્ઞાનથી પુરી રે... મનમંદિર૦ નવતત્ત્વની શ્રદ્ધા રે, લક્ષણ શ્રાવકનું; પગથીયું એ પહેલું રે, મોક્ષ આરાધકનું... મનમંદિર૦ નવતત્ત્વસ્વરૂપને રે, ગુરૂજી સમજાવે; તેણે કારણ સુણજો રે, ગુરૂવાણી ભાવે... મનમંદિર૦
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98