________________
ગુરૂ શુદ્ધપ્રરૂપણાકારી છે, શુદ્ધસ્પર્શનાથી મનોહારી છે, આપી ઉપદેશ પ્રતિબોધન કરનારા... પ્રગટ્યા છે૦ પંચાચારપાલે પલાવે છે, અનુમોદન મનમાં ભાવે છે, મન-વચન-કાયાની ગતિને ધરનારા... પ્રગટયા છે૦ ભવતરૂનાં મૂળ જલાવે છે, ક્રિયાને જ્ઞાન મીલાવે છે, ઝીલે છે નિશદિન ઉપશમરસનીધારા... પ્રગટ્યા છે૦ ખાંડાની ધારે ચાલે છે, અનુપમસંયમને પાલે છે, બેંતાલીશ દોષ ત્યજી કરતા આહારા... પ્રગટ્યા છે૦ જંબૂદિલમાં ગુરૂ ભાયા છે, સૌ સંઘનાં દિલ હરખાયાં છે, સુણીવાણી ગુરૂવરની અતિપાવનકારા... પ્રગટ્યા છે૦ ૩૧ (રાગ - નાગરવેલીઓ રોપાવ...) સમકિતરત્ન નિર્મળ થાય, એવી વાણી ગુરૂવરની; ભવિજન સાંભળી હરખાય, એવી વાણી ગુરૂવરની જીવ ચાર ગતિમાં રૂલ્યો, સંસાર અટવીમાં ભૂલ્યો; બતાવે સાચો માર્ગ... એવી વાણી૦ સંસારનાદાવાનલમાં, બળતાને ઠારે જલમાં; વર્ષ શાંતરસની ધાર.. એવી વાણી આધિ-વ્યાધિથી મુંઝાયા, ઉપાધિથી ઘેરાયા; જીવોને આનંદ થાય.. એવી વાણી રાગ ને દ્વેષ મીટાવે, મોહમલ્લને મારી હઠાવે; બીજ કર્મનાં દહાય ... એવી વાણી૦ શાસ્ત્રોના છે ગુરૂ જ્ઞાની, પ્રતિબોધે જીવ અજ્ઞાની; જ્ઞાન દીવો પ્રગટાય.. એવી વાણી આત્માનું હિત કરનારી, સુણતાં લાગે છે પ્યારી; જેનું મૂલ્ય ન અંકાય ... એવી વાણી ઘટઅંતર આનંદ જાગે, માયા-મમતા દૂર ભાગે; ધર્મભાવના જગાય.. એવી વાણી૦
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org