Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 41
________________ - છે જ ૦ પુણ્યઉદયે કરી ગુરૂજી પધાર્યા, સંઘમાં સૌનાં દિલડાં હરખાયાં; આવ્યા છે તારણહાર... આંગણીયે૦ ગુરૂજીના મુખમાંથી પાણી ઝરે છે, સંસારના સવિતાપ હરે છે; વરસે છે અમૃતની ધાર... આંગણીયે૦ આત્મજ્ઞાનનો ગુરૂ દીવો પ્રગટાવે, મોહતિમિરને દૂર હઠાવે; જીવન બનાવે ઉજમાળ ... આંગણીયે૦ અહિંસાધર્મની ધ્વજા ફરકાવે, જૈનશાસનનો ડંકો બજાવે; શાસનના સાચાશણગાર... આંગણીયે દાન-શિયલ-તપ-ભાવ આરાધજે, આત્માના હિતને ભવિત સાધજો; દુર્લભ મળ્યો છે અવતાર...આંગણીયે૦ વ્યાખ્યાન નિત્યનિત્ય સુણવાને આવજો, સાથે બીજને વળી સોબતમાં લાવજો, બોધ ભર્યો છે અપાર... આંગણીયે૦ આત્મઆનંદની લ્હરો હેરાવે, સંસારદુ:ખો ગુરૂજી વિસરાવે; ઉપદેશ આપી રસાળ ... આંગણીયે૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદું, કોટિજનમનાં પાપ નિકંદું; મન ધરી ભક્તિ અપાર... આંગણીયે૦ ૩૮ (રાગ - સિદ્ધાચલના વાસી જિનને ક્રોડો પ્રણામ) પંચ મહાવ્રતધારક ગુરૂને વંદુ વારંવાર. શ્રીજિનશાસનને અજવાળે, કરૂણાથી જગજંતુ નિહાળે; "જીવના પ્રતિપાલ.. ગુરૂને વંદું સંયમરંગમાંહિનિત્યસ્વાલે, ક્રોધાદિક દોષોને ટાળે; ઝીલે ઉપશમધાર... ગુરૂને વંદુ પાંચ ઇન્દ્રિયોને વશ કરતા, વિષયવિકારોને પરિહરતા; જીતે ચાર કષાય.. ગુરૂને વંદું અસાર આ સંસારને ત્યાગી, શાશ્વત શિવસુખના અનુરાગી; થયા છે આણગાર... ગુરૂને વંદું ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98