Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
અર્થગંભીરી અને શ્રવણે મધુરી; રસ ઝરંતી અમીધારરે. આજ મારે૦ નવીનવી શાસ્ત્રોની, વાતો સુણાવે; અચરિજ અનુપમ થાયરે. આજ મારે દ્રવ્યાનુયોગતણા, સૂક્ષ્મ વિષયને; સુંદર ઠસાવે ચિત્તમાંય રે. આજ મારે વાતો સમજાવે છે, કર્મતણી ભારી, ગાજતા જાણે જલધારરે. આજ મારે૦ આત્મા ઉજ્જવલ કરે, મનને પખાલી; જ્ઞાનગંગામાં ઝીલાય રે. આજ મારે દેવ-ગુરૂ-ધર્મની, દુર્લભ સામગ્રી; મળી છે અતિ મનોહાર રે. આજ મારે૦ મૂકી પ્રમાદ સખી, વ્યાખ્યાને આવી, સુણો ગુરૂજીની વાણ રે. આજ મારે૦ જંબૂકહે એવા, ગુરૂજીને વંદું, ચરણોમાં શીષ નમાય રે. આજ મારે૦ ૨૬ (પારેવડા જાજે વીરાના દેશમાં...). નિત્યનિત્ય સુણીએ ગુરૂજીની દેશના, ધોધ વહે છે ઉપદેશના. હો નિત્યનિત્ય૦૧ ઉપદેશ અમૃતનું પાન કરતા, તાપ શમે ભવધેશના - નિત્ય૦ સુંદર શૈલીથી ગુરૂજી બતાવે, ભાવો સંસારનિવેશના નિત્ય૦ કષ્ટ અનેક સહી ધર્મફેલાવતા, લોકોમાં દેશ-વિદેશના - નિત્ય૦ સંવરભાવમાં જીવને સ્થાપી, નિવારેકર્મ પ્રવેશના - નિત્ય૦ આંતરશત્રુની સેના હઠાવે, સૈનિક વીર જિનેશના - નિત્ય૦ પ્રકાશ પાથરે જ્ઞાનકિરણનો, ઉપમાધારી દિનેશના - નિત્ય૦ ગુરૂવરવાણી ઔષધસેવનથી, વિકારો જાય રાગ-દ્વેષના- નિત્ય૦ દુર્લભગુરૂયોગ પામી સાહેલી, ગુમાવી દેશોલેશ ના - નિત્ય૦ જંબૂકહે એવા ગુરૂજીને વંદું, કરે જે આત્મગષણા - નિત્ય૦ ૨૭ (મોહનકી મુરલીયાં બાજે...) ગુરૂમંદિરે વીણા વાગે, ઓ.. ગુરૂવાણી મનોહર લાગે. સૂતા સંસારી લોકોને, દઇ ઉપદેશ જગાડે, કાળ અનાદિકેરી મોહની, નિદ્રા દૂર ભગાડે, જલધર જિમ ગંભીર ગાજે. ઓ ... ગુરૂવાણી)
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98