Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 32
________________ શિવપુરનો ગુરૂ પંથ બતાવે, ભૂલ્યા જીવોને માર્ગે લાવે; સમકિત દીપ જગાયા રે ... જ્ઞાન-દર્શન-ચારિત્રમાંરાચો, મુક્તિપુરીનો માર્ગ એ સાચો; ગુરૂજીવ ખોટી છે મમતા માયારે ગુરૂજી આંગણે સુરતરૂ આજ ફળ્યો છે, ગુરૂનો દુર્લભ યોગ મળ્યો છે; જંગમતીર્થ પધાર્યા રે ... ગુરૂજી જંબૂ કહે એ ગુરૂને વંદું, ભવ અનાદિ પાપ નિકંદું; પાર લગાવે નૈયા રે.. ગુરૂજી ૨૪ (નેમજીએ મોકલી માળા ગુલાબની ...) ગુરૂજીએ ભાખી વાણી વીતરાગની, આનંદ આનંદ કરતી, વૈરાગ્યરસ ઝરતી, જગાવતી જ્યોતિ અંતરમાં; ભર્યો છે વાણીમાં બોધ અપાર, ધારો ને સજની હૃદયમોઝાર; સમકિતરંગમાં રોલે, હૃદયપટ ખોલે, દિલડાં ડોલે સાજનનાં. ગુરૂજીએ૦ જ્ઞાનકિરણોનો કરે પ્રસાર, અજ્ઞાનનો દૂર હરે અંધકાર; જીવનમાં ધર્મને સ્થાપે, પડળને કાપે, ચક્ષુઓ આપે વિવેકનાં ગુરૂજીએ૦ ગુરૂજી ભાખે છે અસ્થિર સંસાર, સ્વાર્થી મળ્યો છે સહુ પરિવાર; મોહનું ઝેર ઉતારે, ભવોદધિ તારે, લાવે કિનારે સંસારના. ગુરૂજીએ૦ મોહમાયામાં રંગાયા અપાર, જીવો ભમે ભવરાન મોઝાર; શિવપુર પંથ બતાવે, મિથ્યાત્વ હઠાવે, ભૂલ્યાને લાવે છે માર્ગમાં. ગુરૂજીએ૦ આવોને સજની ગુરૂજીને દ્વાર, આવ્યા છે ગુરૂજી તારણહાર; દુર્લભ દુર્લભ જાણી, ગુરૂજીની વાણી, ઉતારો ભવિપ્રાણી હૃદયમાં. ગુરૂજીએ વંદે છે જંબૂ કોટિકોટિવાર, ભક્તિ હૃદયમાં ધરી અપાર; ગુરૂ છે સાચા જ્ઞાની, નિરંતર ધ્યાની, નૈયાના સુકાની છે તારણહાર. ગુરૂજીએ૦ ૨૫ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી ...) સુંદર મળી છે સખી ગુરૂજીની દેશના, સુણતાં ભવદુ:ખ જાય રે, આજ મારે દિવસ આનંદનો; ૧૭ Jain Education International For Private & Personal Use Only ૭ ८ ૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98