Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
નિત્ય નિત્ય સખી સુણવા આવો, ગુરૂવર કેરી વાણી; તન મનના સવિતાપ મીટાવે, અમૃતરસની ખાણી; અજ્ઞાન તિમિર હઠાવે. ... શાસનનો
લાખ લાખ તુમ ચરણે વંદન, હોજો નિત્ય અમારાં; જંબૂ કહે છે ગુરૂજી સ્વીકારો, કરૂણારસ ભંડારા; પ્રણમું છું લળી લળી ભાવે . શાસનનો
૯ (દેખી શ્રી પાર્શ્વતણી મૂતિ અલબેલડી ...)
સુણો સાહેલી સહુ ભાવ ધરીને, ભવજલ તારણહાર રે; જ્ઞાની ગુરૂ આપે છે દેશના
સાકર-સુધાથી પણ, મીઠી અધિક છે, સુણતાં તૃપ્તિ ન થાય રે - જ્ઞાની0 તત્ત્વજ્ઞાનનાં એમાં, ઝરણાં ઝરે છે, તન-મન ઉન્નસિત થાય રે - જ્ઞાની ચિત્ત વિશુદ્ધ કરી, ભવ્યજીવોનાં, લગાવે ધર્મતણો રંગ રે - જ્ઞાની ચૌદ ગુણઠાણનું, સ્વરૂપ કહીને, પ્રગટાવે ગુણરાગ રે - જ્ઞાની૦ માર્ગાનુસારીના, ગુણો બતાવી, માર્ગે ચડાવે ગુરૂરાજ રે - જ્ઞાની૦ રંગ લગાવે છે, ચોલ મજીઠ સમ, સમકિત શુદ્ધ પમાય રે - જ્ઞાની0 મહાવ્રતધારી, જગહિતકારી, બતાવે શિવપુરવાટરે - જ્ઞાની0 જંબૂ કહે એવા, ગુરૂજીને વંદું, ભાવથી ક્રોડ ક્રોડ વાર રે - જ્ઞાની૦
૧૦ (જબ તુમ હી ચલે પરદેશ ...)
જ્ઞાની ગુણગણગંભીર, ગિરિસમ ધીર, ગુરૂરાજ અમારા; વરસે છે વાણીધારા.
ગુરૂમુખથી વાણી વરસે છે, સુણી ભવિજન ચાતક હરસે છે; કરી શાંતસુધારસપાન મધુર ઉદારા, વરસે છે વાણીધારા. ગુરૂ બોધ મહામૂલ આપે છે, ઘટ અંતર સમકિત સ્થાપે છે; મિથ્યાત્વહરી કરતા અમ આત્મઉદ્ધારા, વરસે છે વાણીધારા.
Jain Education International
૭
For Private & Personal Use Only
८
૯
૧
૪ ) = ) \ U
૪
૬
૧
૩
www.jainelibrary.org
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98