SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્ય નિત્ય સખી સુણવા આવો, ગુરૂવર કેરી વાણી; તન મનના સવિતાપ મીટાવે, અમૃતરસની ખાણી; અજ્ઞાન તિમિર હઠાવે. ... શાસનનો લાખ લાખ તુમ ચરણે વંદન, હોજો નિત્ય અમારાં; જંબૂ કહે છે ગુરૂજી સ્વીકારો, કરૂણારસ ભંડારા; પ્રણમું છું લળી લળી ભાવે . શાસનનો ૯ (દેખી શ્રી પાર્શ્વતણી મૂતિ અલબેલડી ...) સુણો સાહેલી સહુ ભાવ ધરીને, ભવજલ તારણહાર રે; જ્ઞાની ગુરૂ આપે છે દેશના સાકર-સુધાથી પણ, મીઠી અધિક છે, સુણતાં તૃપ્તિ ન થાય રે - જ્ઞાની0 તત્ત્વજ્ઞાનનાં એમાં, ઝરણાં ઝરે છે, તન-મન ઉન્નસિત થાય રે - જ્ઞાની ચિત્ત વિશુદ્ધ કરી, ભવ્યજીવોનાં, લગાવે ધર્મતણો રંગ રે - જ્ઞાની ચૌદ ગુણઠાણનું, સ્વરૂપ કહીને, પ્રગટાવે ગુણરાગ રે - જ્ઞાની૦ માર્ગાનુસારીના, ગુણો બતાવી, માર્ગે ચડાવે ગુરૂરાજ રે - જ્ઞાની૦ રંગ લગાવે છે, ચોલ મજીઠ સમ, સમકિત શુદ્ધ પમાય રે - જ્ઞાની0 મહાવ્રતધારી, જગહિતકારી, બતાવે શિવપુરવાટરે - જ્ઞાની0 જંબૂ કહે એવા, ગુરૂજીને વંદું, ભાવથી ક્રોડ ક્રોડ વાર રે - જ્ઞાની૦ ૧૦ (જબ તુમ હી ચલે પરદેશ ...) જ્ઞાની ગુણગણગંભીર, ગિરિસમ ધીર, ગુરૂરાજ અમારા; વરસે છે વાણીધારા. ગુરૂમુખથી વાણી વરસે છે, સુણી ભવિજન ચાતક હરસે છે; કરી શાંતસુધારસપાન મધુર ઉદારા, વરસે છે વાણીધારા. ગુરૂ બોધ મહામૂલ આપે છે, ઘટ અંતર સમકિત સ્થાપે છે; મિથ્યાત્વહરી કરતા અમ આત્મઉદ્ધારા, વરસે છે વાણીધારા. Jain Education International ૭ For Private & Personal Use Only ८ ૯ ૧ ૪ ) = ) \ U ૪ ૬ ૧ ૩ www.jainelibrary.org
SR No.001175
Book TitleGurubhakti Gahuli Sangrah
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy