________________
તિર્યંચનારકી, દેવને માનવ, ગતિઓમાં ફેરા ફરાવે - હાં ગુરૂ૦ એવું મનોહર, નાટક બતાવી, વૈરાગ્ય રંગ લગાવે - હાં ગુરૂ૦ જંબૂ કહે એવા, ગુરૂજીને વંદું, નૈયા જે પાર લગાવે - હાં ગુરૂ૦ ૮ (મોહનકી મુરલીયાં બાજે...) આકોલામાં સખી આજે, ઓ ... શાસનનો ડંકો વાગે; દેશ-વિદેશમાં નિત્ય વિચરતા, ગુરૂ મારા ઉપકારી; ભુવનવિજય મહારાજ પધાર્યા, શાસન શોભાકારી; આનંદ અતિવવિ.ઓ... શાસનનો૦ ઉત્તરાધ્યયન સૂત્રને વાંચે, ગુરૂમારા જયકારી; દિવસ દીપે આજ અમારે, આનંદ મંગળકારી; પ્રભુવીરનીવાણી સુણાવે...શાસનનો૦ જિનવાણીનો મંત્ર ઉચ્ચારી, મોહનું ઝેર ઉતારે; રાગ-દ્વેષને ચાર કષાયો, મોટા ચોર નિવારે; આત્માનું ધન બચાવે....શાસનનો૦ સંસારરૂપી નગર છે મોટું, લાખચોરાશી બજારો; ભૂલા પડ્યા ત્યાં ભમતાં ભમતાં, હજુ ન આવ્યો આરો; ગુરૂરાજા માર્ગ બતાવે....શાસનનો૦ જન્મ જરા મૃત્યુને આધિ-વ્યાધિ ઉપાધિઓ; સંસારમાંહિ મોટી વહે છે, ચાર ગતિ રૂપી નદીઓ; નૈયાને પારલગાવે....શાસનનો૦ સમકિતરૂપી સીડી આપે, શિવમંદિર પર ચડવા; ધર્મનો ટેકો સ્થાપી ગુરૂજી, ન દે દુર્ગતિ પડવા; ધર્મનો રંગ લગાવે. ... શાસનનો૦ અમોઘવૈરાગ્ય શસ્ત્રને ધરતા, મોહની સાથે લડતા; મનમંદિરને શુદ્ધ કરીને, ગુણનાં રત્નો જડતા; આત્માની જ્યોતિ જગાવે...શાસનનો૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org