Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay
View full book text
________________
જીવાજીવભેદ બતાવે છે, પુણ્ય પાપ સ્વરૂપ જણાવે છે; વર્ણવતા આશ્રવબેંતાલીશ પ્રકારા, વરસે છેવાણીધારા. સંવરનો ભાવ જગાવે છે, કમના બંધ છોડાવે છે; કહે નિર્જરા હેતુ તપના બાર પ્રકારા, વરસે છે વાણીધારા. મુક્તિના માર્ગે વાળે છે, રાગાદિક દોષો ટાળે છે; ભવિજનહિતચિંતકપરદુ:ખભંજનકારા, વરસે છેવાણીધારા. ગુરૂ પંચમહાવ્રતધારી છે, ક્રોધાદિકના પરિવારી છે; અતિચાર ત્યજી વ્રત પાસે નિરતિચારા,વરસે છેવાણીધારા. ગુરૂ જ્ઞાનગંગામાં ઝીલે છે, ભવભવનાં પાતક પીલે છે; નિજ આત્મરમણતામાંહિ સદારમનારા, વરસે છેવાણીધારા. જિનરાજની આણા શિર ધરે, જિનશાસનનો જયકાર કરે; એવા ગુરૂને નમે જંબૂકોટિવારા, વરસે છેવાણીધારા. ૧૧ (બિગડી બનાનેવાલે બિગડી બના દે...) જ્ઞાની ગુરૂજી બેની, વાણી સુણાવે .. નૈયા અમારી પાર લગાવે... સમ્યગુદર્શન, જ્ઞાનને સંયમ, મુક્તિતણોએ માર્ગ બતાવે. નૈયા) મિથ્યાત્વમોહની, દૂર નિવારી, ધર્મની સાચી પ્રીતિ જગાવે. નૈયા૦ શાસ્ત્રની સુંદર, વાતોસુણાવી, જ્ઞાનદીપકની જ્યોતિ જલાવે.નૈયા ઉપદેશ આપી, મોહને ટાળી, સંયમકેરો રંગ લગાવે. નૈયા, ધર્મજસાચો, જગમાં છે તારક, ભવભવમાંહિ સુખી બનાવે. નૈયા, દુર્ગતિમાંહિ, પડતાં બચાવી, સદ્ગતિ ઉપરધર્મ ચડાવે. નૈયા ભવિજન જાગો, નિંદને ત્યાગો, ધર્મતણો ગુરૂ ઘંટબજાવે. નૈયા) ધર્મમાં જોડી, ગુરૂજી અનાદિ, ભવભ્રમણાની ફેરી મિટાવે. નૈયા, એવા ગુરૂના, ચરણ કમળમાં, નિતનિત જંબૂશિરનમાવે. નૈયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98