Book Title: Gurubhakti Gahuli Sangrah
Author(s): Jambuvijay
Publisher: Jambuvijay

View full book text
Previous | Next

Page 25
________________ સંસારના તાપોશમાય ... જ્ઞાની ગુરૂવરની ગુરૂ આગમની ગંભીર વાતો કહે, જ્ઞાનસુગંધી વાણીમાં મહમહે; ચિત્ત આનંદથી ઉભરાય... જ્ઞાની૦ ગુરૂવાણી છે સુંદર દષ્ટાતે ભરી, સુણે શ્રોતાઓ અતિ ઉત્સાહધરી; જ્ઞાનગંગાના જલમાં ઝીલાય... જ્ઞાની૦ ગુરૂ જ્ઞાનના મોટા ખજાના મળ્યા, કલ્પવૃક્ષ ઘરઆંગણે આજે ફળ્યા; આ તો જંગમતીર્થ કહેવાય ... જ્ઞાની) ગુરૂવાણીમાં વૈરાગ્ય હેણો વહે, તત્ત્વવિવેચનાથી જે ગહગહે; જ્ઞાનદીપક હદયે પ્રગટાય.. જ્ઞાની૦ એવાગુરૂવરનાં વચનોને દિલમાં બાવો, નિત્ય સાહેલી ગુરૂમંદિરીયે આવો; વ્યાખ્યાનોસુંદર વંચાય... જ્ઞાની ગુરૂપાલે છે સંયમ વિશુદ્ધમતિ, આત્મજ્ઞાનમાં જેની છે નિત્ય રતિ; રાગ-દ્વેષથી નવિલેપાય.. જ્ઞાની જે જિનવરની આણાને શિરે વહી, તરે પોતે ને તારે બીજાને સહી; જંબૂ વંદે એવા ગુરૂપાય... જ્ઞાની) ૧૪ (દેખી શ્રી પાર્શ્વતણી મૂરતિ અલબેલડી) ભાગ્યઉદય થયો આજ અમારો, પુણ્ય પધાર્યા ગુરૂરાય રે; આંગણીયે અવસર આનંદનો૦ ગામ-નગર-પુર, પાવન કરતા, પધાર્યાબાલાપુરમાંયરે. આંગણીયે. ગહેલીમાં મોતીતણા, સાથીયા રચાવો; લેજો અક્ષતથી વધારે... આંગણીયે૦ વાણીસુધારસ, પાન કરતા; અંતરના તાપ શમારે... આંગણીયે૦ વૈરાગ્યવાહિની, દેશનાથી સિચે; ચિત્ત પ્રફુલ્લિત થાયરે. આંગણીયે૦ ધર્મપ્રભાવના, કરતા ગુરૂજી; ધર્મના ધોરી કહાયરે આંગણીયે૦ પગલે પગલે જેના, નિધિ વસે છે; ભવિજન આનંદદાયરે. આંગણીયે૦ ડંકો વાગ્યો છે સખી, જૈન શાસનનો; ધ્વજપતાકા ફરકાયરે. આંગણીયે૦ જંબૂકહે નિત્ય, ભક્તિથી વંદુ; એવા ગુરૂજીના પાયરે. આંગણીયે૦ - ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98