Book Title: Gujaratno Itihas Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi Publisher: Gujarat Vidyasabha View full book textPage 7
________________ ખલજી સમયની કોઈપણ ઈમારત આજ પર્યત ગુજરાતમાં ન મળી. પરંતુ તઘલકના સમયની સંખ્યાબંધ ઈમારતો મોજૂદ છે. સિક્કાને પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે, અને હરેક બાદશાહના સમયના સિક્કાની હકીકત આ ગ્રંથમાં મોજુદ છે. મારે એવો દાવો નથી કે આ તારીખ સંપૂર્ણ છે અને ભૂલોથી મુક્ત છે. બલ્ક સંભવિત છે કે મારાં કેટલાંક સંશોધનમાં ચૂક હોય. પરંતુ વાંચકેને હું ખાત્રી આપું છું કે બને તેટલે અંશે બનાવો અને સાલની એકસાઈ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. તે છતાં હું ઈન્સાન છું અને હું કમજ્ઞાનવાળો વિદ્યાથી છું. વાંચકોને મારી વિનંતિ છે કે જે કંઈ મારી ભૂલ જણાય તે મને જ્ઞાનના આશ્રયી તરીકે જણાવે જેથી હું બીજી આવૃત્તિમાં તે દુરસ્ત કરી શકું. અબુ ઝફર કિતાબની વિશેષતા (૧) ગુજરાતની હાલની ભૌગોલિક હાલત લખી છે જે આજે તો ગુજરાત બહારના લેકે માટે અને સે વરસ પછી સારા હિંદુસ્તાન માટે બેહદ ઉપયોગી થશે. ગુજરાતી ભાષા ઉપર વિગતવાર લખવામાં આવ્યું છે. જેઓ ગુજરાતી ભાષાના ઇતિહાસથી વાકેફ નથી તેમને માટે એ વધુ આકર્ષક છે. હરેક જાતની ગણત્રી એકઠી કરવામાં આવી છે. ભવિષ્યના ઇતિહાસકારોને એક જગ્યાએથી મળી જશે, જેને પરિણામે તેઓ મુશ્કેલીમાંથી બચી જશે. વલભીપુર વિશે હાલના દૃષ્ટિબિંદુથી લખવામાં આવ્યું છે, જેથી તેની અસલ હાલતને અન્દાજ મળી જાય છે. રાષ્ટ્રકૂટ અને અન્ય રાજાઓના સમયમાં અરબ મુસાફરો આવ્યા હતા. અને તેમણે જે કંઈ તેઓ વિશે લખ્યું છે (૨)Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 332