Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 5
________________ લેખકના બે બોલ S ઈ. સ. ૧૯૨૧માં ગુજરાત રાષ્ટ્રિય વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યો તે પછી થોડા સમયમાં પુરાતત્વ મંદિર ત્યાં ખોલવામાં આવ્યું. તેના સભાસદો તરફથી ગુજરાતને એક વિગતવાર ઈતિહાસ ઉર્દૂ, ફારસી, તુક, સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી, ફેન્ચ, પિચુગીઝ અને અંગ્રેજી ગ્રંથને આધારે લખવાનું નક્કી કરવામાં આવ્યું. ઈસ્લામી ઝબાનોનું કામ મને સુપ્રત કરવામાં આવ્યું. મેં તેને માટે સામગ્રી જમા કરવાનું શરૂ કર્યું. અને એ કામ માટે હિંદુસ્તાન ઉપરાંત, અરબસ્તાન, સીરિયા અને કોન્સ્ટન્ટિને પલના મશહૂર લેખકે સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. કોન્સ્ટન્ટિનોપલના કેટલાક મિત્રોએ સંખ્યાબંધ અખબારોમાં એના ઉપર લેખ લખ્યા. ઈતિહાસના કેટલાક પ્રોફેસરોએ મારી સાથે સીધે પત્રવ્યવહાર કર્યો. પરંતુ ઈ. સ. ૧૯૨૮ માં એ ખાતું આર્થિક મુશ્કેલીઓને લઈને પ્રગતિ કરી શકયું નહિ. તે સમય દરમિયાન “તારીખે ગુજરાત” (ગુજરાતના ઈતિહાસની)ની જેટલી કિતાબ મેં વાંચી તેમાંથી મને જણાયું કે દરેક ગ્રંથકારે પોતાના સમય પર્વતના બનાવોને સમાવેશ કર્યો છે. તે ઉપરાંત ઉર્દૂ ઝબાનમાં કોઈ સંપૂર્ણ તારીખ આજ પર્યતની લખવામાં આવી નથી. તેથી સ્વાભાવિક રીતે જ મને તે પૂરી કરવાનો ખ્યાલ આવ્યું. આ ખ્યાલ આવતાં જ અંગત મુશ્કેલીઓ તેમજ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 332