________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મૂડીવાથી અન્યાયી સમાગ :– આ સમાજમાં મહત્તા વિદ્યાની નહીં, સંપત્તિની છે; અને તે બાબતની જવાબદારી સમાજવ્યવસ્થાની છે, તે બતાવતાં કહે છે –
મુંબઈમાં આવીને મેં માણસની બોલી બોલવાનું છોડી દીધું હતું, કારણ કે અનુભવે મને બતાવી આપ્યું હતું કે માણસની દુનિયામાં એ લોકો જ જીવી શકે, જેઓ ગધેડા બનીને રહે. બુદ્ધિમાન માણસને આજની દુનિયામાં ગુજારો જ નથી; કારણ કે સાચી સલાહ દુનિયામાં કોઈને ખપતી નથી. એટલે હું માણસની બેલી ત્યાગીને જાનવરની જિંદગી જ જીવવા લાગ્યા જેવું મુંબઈમાં એ બધા લોકો કરે છે, જેમને કેવળ પૈસે જ વહાલ છે અને પોતાને એશઆરામ જ દુલારો છે.”
" એમાં તે બહુ જ ખાટું,” બડી બી ગુસ્સાથી સળગી ઊઠીને બોલી, “આજકાલ હિંદુસ્તાનમાં જેટલા ભણેલાગણેલા ગધેડા છે, તે બધા કારકુની કરે છે અથવા તે ઉપવાસ કરે છે. તમે જ બતાવે, આજ સુધી તમે કોઈ સારા ભણેલા-ગણેલા માણસને લખપતિ થયેલો જોયો છે? ના ભાઈ, હું તે મારી બેટીની કઈ વખપતિ સાથે શાદી કરીશ. ભલે એ બિલકુલ અણપ, ગમાર ગધેડો કેમ ન હોય.”
અવનો માનવી – અને છેવટે ભારતના અદના માનવીની વેદના અને આશંકાને વાચા આપતાં વડા પ્રધાનને કહે છે –
“મને ખબર છે કે, આપના દિલમાં જે દરદ છે, તે અમારી દશા - અમારે રોજબરોજની દશા જોઈને જ આપના દિલમાં પેદા થાય છે. એટલા માટે આપ જે કંઈ વાત કહે છે, તે જાણે અમારા અંતરમાંથી જ નીકળતી હોય છે. પરંતુ મુસીબત એ છે કે, આપની અને અમારી વચ્ચે જે વાડ ઊભી કરવામાં આવી છે, જે મશીનરી ખડી કરવામાં આવી છે, તે અત્યંત પ્રત્યાઘાતી, મંદ ગતિએ ચાલનારી, બલ્ક લગભગ આપની અવજ્ઞા કરનારી જ છે. તેથી એ મશીનરીની અંદર જે શક્તિઓ કામ કરે છે, તે અમારાં હિતેની વિરોધી છે. અત્યાર સુધી જે કામ થયું છે, તે આપના ભયથી થયું છે. તેથી જ હું કહું છું કે, અત્યારથી પ્રબંધ નહિ કરવામાં આવે, તે જયારે આપ અમારી વચ્ચે નહિ છે, ત્યારે એ ભય પણ નહીં રહે, અને એ લોકો પિતાનું મનમાન્યું જ કરશે.”
આવા મહાન સાહિત્યસ્વામીની કૃતિથી ગુજરાતની પ્રજા હવે વચિત નહીં રહે, એ આપણી ખુશનસીબી છે. અને તે બદલ સંપાદક અને પ્રકાશક