________________
૯૯
કાર્ટૂનને આલેખીને ડિકન્સે પ્રેમની જાદુઈ શક્તિની અવધિ બતાવી છે. કેવા આત્મસંતાષથી અને સ્વસ્થ પરિતૃપ્તિથી – ગણતરીભેર કાર્ટૂન મૃત્યુને ભેટે છે! કરુણરસિક આ કથામાં કાનનું આ બિલદાન કારુણ્ય અને પ્રેમભાવની અવધિ કરે છે. માનવપ્રેમ આવું અદ્ભુત અને આધ્યાત્મિક હૃદયબળ છે, એ કાનનું પાત્ર બતાવે છે.
66
એ નગરાની એક કહાણી”
પ્રેમ જેવી જ જહાલ પણ તેનાથી ઊલટી — તેની બીજી બાજુ જેવી, તેના જેવી સંજીવક કે કરુણ નહિ પણ જીવન-ઘાતક દારુણ ભાવના વેર છે. આ કથા પ્રેમના પડછાયા જેવા - વેરરૂપી એના વિકારનેય ભારોભાર આલેખે છે. લોહિયાળ ક્રાંતિ એટલે જ સામુદાયિક કે સામાજિક અસૂયાના વેરના પ્રકોપ દેફાર્જ-દંપતી આ ભાવનાની મૂર્તિ સમાં છે. એમાં દેફાર્જનું પ્રેરક કારણ અંગત પોતાના શેઠ મૅનેટનું વીતક બને છે; માદામ દેફાર્જ માટે, ઉમરાવના કામની ભાગ બનેલી તેની બહેનનું નિર્દય મૃત્યુ કારણ બને છે. દેફાર્જ મૅનેટની પ્રત્યે કૃતજ્ઞતાથી ઉશ્કેરાયે! છે; તેની પત્ની એ કૃતજ્ઞતાને પણ વિસારે પાડીને મૅનેટનાં સંતાન છતાં પેલા ઉમરાવના કુલનાં હાઈને, તેમનું નિકંદન ચાહે છે; અને આની આખર એવી નાટયરસિક રીતે ડિકન્સે આણી છે કે, પ્રેસ અને દેફાર્જ-પત્ની ઝપાઝપીમાં આવી જાય છે. જાણે પ્રેમ અને વેર બેમાં કોણ બળવાન છે તે બતાવવા માટે, તે બે વૃત્તિ મૂર્તિમંત બનીને ભીડી પડી! જેમાં દેવે વચ્ચે પડીને તેને ધડાકાભેર સુખદ ફેસલા આણ્યા : પ્રેમ જીવન છે, વેર આપઘાતક છે.
ઈંગ્લૅન્ડની સંક્રાંતિએ, ત્યાં નવા ઘડાતા સમાજમાં, તેને જરૂરી બનતા જે કેટલાક નવા ધંધા કે વર્ગો પેદા કર્યા, તેમાં વેપારી બૅન્કર ઇનો વર્ગ નેોંધપાત્ર છે. બે નગરીની આ કથા લંડન તરફથી તે વર્ગને રજૂ કરે છે: કાર્ટૂન વકીલ છે, લૉરી બૅન્કર છે. જોકે, કથાનું આ અંગ ડિકન્સના સર્જનમાં ગૌણ છે. તે જો મુખ્ય બનત, તા વાર્તા કદાચ વેર અને ક્રાંતિની પ્રેમકથાને બદલે માત્ર જાસૂસ-કથા જેવી બની જાત. અસ્તુ,
અનુરૂપ અને વકીલ અને
વકીલ તરીકે પણ કાર્ટૂનની ખૂબી આ ક્થામાં પરખાય છે. એક જાસૂસ-કથાના પેટા ૨૪ તેની દ્વારા ડિકન્સ આ કથામાં ઉમેરી શકે છે. અને લૉરી દ્વારા પ્રામાણિક દૃશ્યવહારની જે ધંધાદારી નિષ્ઠા બતાવી છે, તે એવી નમ્ર અને નિરાભિમાની છે કે, બીજાં પાત્રાના ગુણરાશિ આગળ તે કદાચ દબાઈ જાય. પરંતુ ડિકન્સની કથાકળા એમ થવા દેતી નથી; અરે,