________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! નિકોલસને ડિકન્સે પવિત્ર સાંપ્રદાયિક ખ્રિસ્તી તરીકે નથી ચીતર્યો : ૧૯મા સૈકામાં યુરોપના વિજ્ઞાનયુગે નિરૂપેલા માનવ આદર્શને જેન્ટસ્ટમેન તેને બતાવ્યો છે. તેની તુલનામાં “લૉર્ડ” અને “સરને રજૂ કરીને તેને અને ઉઠાવ આપ્યો છે. પ્રેમભાવ, નેકદિલી, સૌજન્ય, વીરતા, સ્ત્રીદાક્ષિણ્ય, મૈત્રી, કૃતજ્ઞતા, પ્રેમાળ ભ્રાતૃત્વ, અને વડીલો પ્રત્યે સ્વતંત્ર આજ્ઞાંકિતતાને ભાવઆવા આવા ગુણે જો ધર્મનું હાર્દ હોય, તે તે અર્થમાં નિકોલસ ધર્મવાન છે.
અને એ બધા ગુણોને, નિકોલસ તેની બહાદુરી, હિંમત, નીડરતા, તેમ જ પ્રામાણિક ઉદ્યમિતા તથા કર્મકુશળતા ઇ૦ વડે જે આપ આપે છે, - તેથી પેલા ભાવે મણિવતુ જે ચળકાટ પામે છે, તે આ વાર્તાને મહા રસિક અંશ છે. તે વડે કથાકારની પછી માનવ ચારિત્રયના હાર્દનું એક ઉમદા ચિત્રણ આપે છે.
તેમાંય પોતાની વસ્તુ કે વાતની સત્યતા પર મુસ્તાક રહીને, બસ નિકોલસ ઝુગે જ છે! ગમે તેવા ખતરનાક અવસંજોગોમાં પણ પરિસ્થિતિ વશ થઈને માંડવાળ કે નરમાશનું ડહાપણ તે નથી સમજતો; સહજસ્કૃતિથી. કરવા જેવું લાગે તે સત્ય સાહસકર્મ કરે જ છે ! એવી એની સત્યવીરતા જોઈને તેને માટે માન ઊપજે છે. અને જ્યારે છેવટે તે બધામાં થઈને હેમખેમ નિકોલસ પાર પડે છે, અને કાળાં-ઘેરા વાદળમાંથી સૂર્ય બહાર આવે એમ અતે કથાનું મંગળ ભરત વાક્ય-વસ્તુ આવે છે, ત્યારે પ્રભુની પેલી બિરદવાણી મનમાંથી તરત ફુરે છે –
कौंतेय प्रतिजानीहि, न मे भक्तः प्रणश्यति । ધર્મજીવનના અર્થસમી મનુષ્યની સત્યપરાયણ શીવ-ભક્તિ કદી તર્યા વિના ન રહે! નિકોલસની કથા આ શ્રદ્ધા પ્રેરે છે.
આવી સુરમ્ય માનવધર્મ કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેને હૃદયપૂર્વક આવકાર કરું છું, અને સંપાદક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું. તા. ૧-૭-'૬૫
મગનભાઈ દેસાઈ