Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 191
________________ પંજગ્રંથી સંપાગોપાળદાસ પટેલ કિ. ૧૦૦.૦૦ [પરિવાર સંસ્થાના બીજા ધર્મગ્રંથો પણ વાચકે જોવા જેવા છે; જેવા કે જપમાળા, સુખમની, જપજી, ગીતાનું પ્રસ્થાન, ગીતાને પ્રબંધ, બુદ્ધિયોગ ૧–૨–૩–૪. ઈશાવાસ્ય ઉપનિષદ, પૂર્ણ જીવનનું ઉપનિષદ, મૂંડકોપનિષદ, કેપનિષદ, ગુરુ નાનકનાં ભક્તિ-પદો, ગુરુ નાનકની વાણી, ભજનાવલિ, સંત કબીરની વાણી, દાદુ ભગતની વાણી, દરિયા ભગતની વાણી, સંત મલુકદાસની વાણી, સંત પલટૂદાસની વાણી, જ્ઞાની ભક્તની પ્રતિભા]. ઈશ્વરમાં લવલીન થઈ ગયેલા શીખગુરુઓનાં પાંચ ભક્તિ-સ્તોત્ર મૂળ, અનુવાદ, ટિપ્પણ તથા વિસ્તૃત ઉદઘાત સાથે. શીખગુરુઓ ઈશ્વરની ભક્તિમાં લીન બની ગયેલા ઓલિયાઓ જ ન હતા; પરંતુ પરમ તત્વ – પરમ સત્ય – પરમાત્માનું દર્શન કે સાક્ષાત્કાર કરનારા આર્ષદષ્ટા ઋષિ હતા. તેમણે પિતાને થયેલું દર્શન અર્થાતુ પિતાને લીધે સત્ય અન્ય જીવોને અવગત કે ઉપલબ્ધ કરાવવા શાસ્ત્રગ્રંથનું માધ્યમ સ્વીકારવાને બદલે બહુજન-ગ તેમ જ હૃદયંગમ એવું કાવ્યનું અર્થાતું રામબદ્ધ ભજનનું માધ્યમ સ્વીકાર્યું છે. શીખગુરુઓ દશ છે; પરંતુ તેમાંથી છ ગુરુઓએ (૧-૨-૩-૪-૫ ૯) ભજનો તથા ભક્તિ કાવ્યો રચ્યાં છે. તેમાંથી પહેલા ગુરુ નાનકનાં ત્રણ ભક્તિતેત્રો: ‘જપુજી', “આસા-દીવાર', ‘સિધ-ગોસટિ', ત્રીજા ગુરુ અમરદાસનું અનંદુ', તથા પાંચમા ગુરુ અજનદેવનું “સુખમની' – એ પાંચ સ્તોત્ર આ જગ્રંથી' પુસ્તકમાં અનુવાદ, ટિપ્પણ વગેરે સાથે ઉતાર્યા છે. શીખગુરુ એક ઈશ્વરના નામ-સ્મરણ ઉપર જ ભાર મૂકે છે; તથા છેક સુધી ગૃહસ્થધર્મનું સદાચારપૂર્વક પાલન કરતા રહેવા ઉપર પણ. ૬૮ તીર્થોમાં સ્નાન કરીને પાવન થવાય તેવાં આ ભજનને અમૃતવાણી’ કહી છે, તે સર્વથા ઉચિત છે.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238