________________
૧૮૨
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! રામ રાધાનું ખાવાનું પૂરું પાડે છે. તે માટે માણસે કશી ધમાલ કરવાની જરૂર નથી:
બને અર્થોમાં ભગવાનની વાત છે; પરંતુ આળસુ હરામખોર માણસ બધું ભગવાન કરી આપશે માટે આપણે કશી મહેનત કરવાની જરૂર નથી એમ કહીને અજગર તથા પંખીના દાખલા ઊંધા અર્થમાં રજૂ કરે છે. અજગરને પ્રાણીઓ અને પંખીઓ પકડવા આખો વખત લાંબી ડાળ ઉપર વિટાઈને પડી રહેવું પડે છે, જેથી પ્રાણીઓ અને પંખીઓ ત્યાં ઝાડની ડાળી જ છે એમ માની તેના શરીર ઉપર કૂદાકૂદ કરવા માંડે અને તેના ઉઘાડા રાખેલા મોમાં ઝડપાઈ જાય. અજગરની પેઠે એમ આખો દિવસ સ્થિર પડી રહેવું એ સહેલી વાત નથી. પંખીઓ પણ જ્યાં ખેતર કે વાડીઓ લહેરાઈ રહી હોય ત્યાં પિતાનાં નાનાં બચ્ચાંને માળામાં એકલાં છોડી માળાથી ઘણે દૂર જાય છે ત્યારે બચ્ચાંને જોઈતા કુમળા દાણા ચાંચમાં ભરી લાવી શકે છે. એ ઓછી મજરી કે ચિંતાની વાત નથી. પણ આળસુ માણસ તેને દાણા માટે ખેતર વાવવાની મહેનત કરવી પડતી નથી એમ કહીને ભગવાન જ બધી જોગવાઈ કરી આપે છે એવો બેટો અર્થ લે છે, ત્યારે ભક્ત બચ્ચાંને ભગવાનને ભરૌસે એકલાં મૂકીને દૂર જાય છે. એકલાં મૂકી દૂર દાણા ભેગા કરવા જાય છે, તે દરમ્યાન ભગવાન તેનાં બચ્ચાંનું રક્ષણ કરે છે એવો ભગવાન ઉપર પ્રેમને તથા વિશ્વાસને અર્થ લે છે અને ભગવાનને વધુ યાદ કરે છે
આમ એક જ હકીકતમાંથી આળસુ માણસ આળસુ થઈને પડ્યા રહેવાને પાઠ શીખે છે, ત્યારે ભક્ત ભગવાનની કૃપા અને દયાળુતા ઉપર ભાર મૂકી ભગવાનને વધુ પ્રેમ કરતો થાય છે. તા. ૨-૧૦-૦૯ ગાંધી જયંતી]
પુછે છે. પટેલ