Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 223
________________ ૨૦૨ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારો! સાદા નથી. આ તો હૃદયના ઊંડાણમાંથી ઊગી આવતી બાબત છે. આ વિષે બંને પક્ષાને સ્પર્શતા કરાર નથી હોતા. આમાં તેા આંતરિક ઉમળકો એ જ મેટામાં મોટો કરાર છે.” [પુ૦ ૨૧] - રૂ. મ. શૅર્સ્ટર “સત્તા કે સંપત્તિ હું માગતા નથી. સહૃદયી મિત્રો મને મળે તા મારી એ સાચી સંપત્તિ છે. આ સંપત્તિ મને પૂરેપૂરી સાંપડી છે.' [પુ૦ ૬૪] - हेरल्ड लास्की "" 66 આમ છતાં માનવી બુદ્ધિની મર્યાદા આપણે સમજવી જોઈએ. આ જગતમાં — એની નાનામાં નાની વસ્તુની પાછળ પણ કેટલી બધી યોજનાશક્તિ ઉપયોગમાં આવી છે, તેના વિચાર કરતાં આપણે સ્તબ્ધ બની જઈએ છીએ. અને આની પાછળ કોઈ ચૈતન્યશક્તિ, ભીતરમાંથી કામ કરતી હોવા છતાં, એનાથી અતિ વિશાળ હાવાની પણ કંઈક ઝાંખી થાય છે. આ શક્તિને ‘પ્રભુ ’ કહી શકાય; પણ સામાન્ય રીતે બહુજન-સમાજ જેને ‘પ્રભુ, પ્રભુ' કહે છે, તે મારે ગળે ઊતરતું નથી. પ્રકારના કહી શકાય : આ એટલે સરવાળે મારો મત કંઈક આ શક્તિ આપણી સાથે સંતાકૂકડીની રમત રમતી હોય એવું લાગે છે. આ જગત એક યોજનાબદ્ધ નવલકથા જેવું જણાય છે. આપણે એનાં પાનાં ફેરવીએ છીએ ખરા, પણ એની વસ્તુરચનાના પૂરા પાર કદી પામી શકતા નથી. આમ છતાં આપણે આ નવલકથા રસપૂર્વક વાંચી રહ્યા છીએ. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, તેમ તેમ આપણા પંથ આઘા આધા જતા દેખાય છે. ‘વાધું હું ત્યાં વધુ વનવાટ' એમાં જરા ફેરબદલી કરી વાંચીએ તા જણાશે કે, આ શેષના અંત નથી. આમ મારી જીવનદૃષ્ટિ, જ્ઞાન અને સંશાધન વધતાં, સ્થગિત ન રહેતાં પરિવર્તનશીલ બની રહી છે.” [] ૩૭] - सर आर्थर कीथ - 66 66 આ સામુદાયિક હિત સાધવાની વૃત્તિને ધાર્મિક વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે; અને એ વૃત્તિ તદ્ન ‘ઇમ્પર્સનલ અવૈયક્તિક છે એમ ધારવામાં આવે છે. પણ એમ માનવાની જરૂર મને જણાતી નથી. ધાર્મિક વલણ કે વૃત્તિ અને ઈશ્વરની ભાવના સંકળાયેલાં છે, એમ કેટલાક માને છે, પણ પરિસ્થિતિ તપાસી વિચારતાં જણાય છે કે, ઈશ્વરી તત્ત્વના ઈન્કાર કરનાર વ્યક્તિઓએ પણ સામુદાયિક હિત કે ઉત્થાનમાં આગળપડતા ભાગ નિષ્ઠાપૂર્વક લીધેલા હોય છે.” [પુર ૫૩] - जॉन स्ट्रेची -

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238