Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 221
________________ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મોટે ભાગે બધાયે એક વાત ઉપર સંમત જણાય છે તે એ છે કે, એમણે પુરાણી સ્વર્ગ-નરકની કલ્પના તથા પાપ-પુણ્યના વિચારોમાં આમૂલ ફેરફાર કરી દીધો છે; અને વિજ્ઞાનની ઉપાસના કરતાં એમને જે નવી દષ્ટિ લાધી છે, તેમાં આગળ વધી, નિસર્ગની સમજ વધારવા એમનો પ્રયાસ છે. એકાંગી દૃષ્ટિએ વિજ્ઞાનની ઉપાસના કરતા ડાવિનના વિચારોની ઊંડી છાપ આ બધાના ઉપર સારી પેઠે પડેલી જણાશે; અને છતાં આમાંના ઘણા બધા પોતાની જીવનદષ્ટિને ધર્મદષ્ટિ તરીકે ઓળખાવતા દેખા દે છે. આ પરિસ્થિતિમાં તત્વજ્ઞાનનું પીંજણ ધૃતાવાર વાત્ર કે પાત્રાધારું ધૃતમ્ – મને જરાયે આકર્ષતું નથી. એને મુકાબલે મને વિજ્ઞાન ગમે છે. વિજ્ઞાન મારામાં જીવનજિજ્ઞાસા જાગ્રત કરે છે; ધર્મ-જીવન પ્રત્યેની મારી આદરભાવના વિકસાવે છે; સાહિત્ય અને અજાયબીમાં ગરકાવ કરે છે; અને તત્વજ્ઞાન અને મારી બૌદ્ધિક શક્તિની સીમામાં કંઈક જીવનદષ્ટિ આપે છે.” (પૃ૦ ૩-૪] -लिन युटांग - મને લાગે છે કે, માનવીમાં મૂળભૂત જે ઇચ્છાશક્તિનું સ્વાતંત્રય છે, તે જ તેની મહામૂલી મૂડી છે. પૂર્વનિર્મિત કોઈ પણ યોજનામાં ફેરફાર કરવા જેટલી પ્રબળ શક્તિ એમાં સમાયેલી છે. પ્રત્યેક માનવીની આજુબાજુ ભલેને વારસાગત વસ્તુઓની વાડ ઊભી હોય, ભલેને પરિસ્થિતિ એની સામે ઘૂરકતી હોય, ભલેને આ બધા અંતરાયો હોય, આમ છતાં આ બધાના મિશ્રણથી એક નવું તત્વ ઊભું થાય છે અને તે અનેખું છે. આ નવું તત્વ ગુણાતીત બનવાની પ્રબળ શક્તિ ધરાવે છે. ભલેને મૃત્યુ આપણી સામે મોં ફાડીને ઊભું હોય, પણ જેને આત્મજાગૃતિ સાથે જીવવું છે, તેને કોણ અટકાવી શકશે? [૫૦ ૧૦] -पले वक ( “જે ગુઢ તત્ત્વ વિશ્વમાં વિલસી રહ્યું છે, તે જ કલા તથા વિજ્ઞાનનું પોષક તત્વ છે. આ પ્રકારની ભાવના જેનામાં નથી, એ મારે મન મૃતપ્રાય છે. જીવન પાછળની અજાયબીની અને છતાં કંઈક ભયમિશ્રિત ભાવનાએ મારામાં ધર્મદષ્ટિ નિપજાવી છે. જે મૂળભૂત તત્વ સચરાચરમાં વિલસી રહ્યું છે, તેને પાર બુદ્ધિ પામી શકતી નથી. આમ છતાં કંઈક ડહાપણભર્યું સુંદર તત્ત્વ આપણી ઉપર છે, એ ભાવનાની દષ્ટિએ હું ભક્તહૃદયના ધાર્મિક પુરુષની કોટિમાં મારી જાતને ગણું છું.” [૫૦ ૧૩] – માફસ્ટાફ

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238