Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 237
________________ જેનું છેવટ રૂડું, તેનું આખું રૂડું : [જગ્યાનું નિશ્ચયે મૃત્યુ આજકાલ માનવીથી મરણ શબ્દ સુધ્ધાં સંભળાતો નથી. પરંતુ દરેક મિનિટે મરણ તરફની મજલ અચૂક કપાતી જાય છે. મરણની ટિકિટ કપાવીને એક વાર જીવનની રેલગાડીમાં ચડી બેઠા પછી તમે ગમે તે કરશે તે પણ ગાડી તમને મૃત્યુના અંતિમ સ્ટેશને લઈ જઈને ઉતારશે. આપણે જમ્યા તે જ ઘડીથી મરણની ટિકિટ કપાયેલી છે. જીવનમાં બીજું બધું કદાચ અનિશ્ચિત હોય, પણ મરણ નિશ્ચિત છે. છાતી પર સાક્ષાનું મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે સૌ વાજતે-ગાજતે ફોગટ પ્રવૃત્તિઓમાં માંડયા રહીએ છીએ. પણ મૃત્યુ ટળે છે ખરું? કાલે મા મરી ગઈ એટલે મૃત્યુ સામે ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેને તોડ કાઢવાની દરેક માણસે હિંમત કેળવવી જોઈએ. - મરણ અંગે શ્રવણ, મનન, ચિંતન અને સ્વાધ્યાયમાંથી પોતે જે કાંઈ પામ્યા, તેને ટૂંક સાર શ્રી. ધુરંધરે આ નાનકડી પુસ્તિકામાં આપીને મરણનું સ્મરણ નિરંતર કરવાની કીમતી સામગ્રી પીરસી છે, તે માટે સંકલનકાર અને પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. આપણા ધર્મગ્રંથો અને બુદ્ધપુરુષની આવી સુંદર સામગ્રીને ઉપયોગ કરીને આપણે સૌ એ છેવટની ઘડી મધુર બનાવીએ એ જ અનંત પ્રાર્થના. માનવી માત્રની એ છેવટની ઘડી રૂડી રૂપાળી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનું છેવટ રૂડું તેનું આખું રૂડું એ છેવટના જવાબ પર ધ્યાન આપીને દરેકે જીવનને દાખલ કરવો જોઈએ. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને જીવનનું વહેણ અને પ્રવાહ વાળ અને મરણનું નિરંતર સ્મરણ રાખે. રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે' તાજેતરમાં ધુરંધરનાં ત્રણ નાનકડાં બત્રીસ પાનનાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. તેને ગુજરાતી વાચકે સુંદર આવકાર આપ્યો છે. જીવન-ઘડતરની આવી લોકપ્રિય ગ્રંથમાળા શરૂ કરીને રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ જીવ ઉપર માટે ઉપકાર કર્યો છે. તા. ૨૨-૧૧-૨૦૦૨ પુત્ર છે. પટેલ મેત પર મનન માંથી]

Loading...

Page Navigation
1 ... 235 236 237 238