Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 224
________________ મારી જીવનદષ્ટિ ૨૦૩ બેમાં બે ઉમેરીએ તે ચાર થાય, એ વાતનું પ્રમાણ આપવાની સામાન્ય રીતે જરૂર હોતી નથી. આમ છતાં આજકાલ સત્તા ઉપર આવતી સરકારો ઉપરનો સ્વત:સિદ્ધ સરવાળો સ્વીકારતી નથી; એટલું જ નહિ પણ એવો સરવારો કરનારને દેહાંતદંડ આપવામાં પાછી પડતી નથી. એટલે સામાન્ય લાગતી વાતો પણ ફરી ફરી ચિત્તમાં ઠસાવવી પડે છે. અમારા જમાનામાં અમને લાગતું કે, યહુદી અને ખ્રિસ્તીઓને એકસરખા સામાજિક તેમ જ રાજકીય હક્કો હોવા જોઈએ, કાયદાની સર્વોપરિતા બધાને માટે સરખી રીતે ન્યાયપૂર્ણ હોવી જોઈએ; અને વિચારસ્વાતંત્રય અણીશુદ્ધ સર્વને માટે હોવું જોઈએ. માત્ર યુદ્ધકાળમાં જ અમુક નિયંત્રણ સ્વીકારી શકાય. આ પાયાના નિયમોનો ભંગ આજકાલ (કેટલાક) દેશો કરી રહ્યા છે. સામ્યવાદીઓ સત્તાવાદી (ફેસિસ્ટ) દેશાને વખોડે છે; પણ સ્ટાલિન પિતાના સાથીદારોને દેહાંતદંડ આપે તેમાં એ જરાયે દોષ દેખતા નથી. સત્તાવાદી દેશો માને છે કે, યહુદીઓનો સંહાર કરવો જોઈએ; તેમના પ્રતિ દયા દાખવી શકાય નહિ. આમ દુનિયા કૂરતામાં પગલાં માંડે છે અને પોતાના પક્ષે આચરેલી ક્રૂરતાને પોષણ મળી રહે છે. “આ પરિસ્થિતિમાં એક દષ્ટિબિંદુ એવું છે, કે જે લોક ઉદારભાવી લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે, તેઓ પોતાની જાતને પરાભવ વહોરી લે છે; કારણ કે, આ જગતમાં જીત તો સત્તાવાદી કે સામ્યવાદીની જ થવાની છે; આ દૃષ્ટિબિંદુને ઇતિહાસ સમર્થન આપતા નથી. - “આખરી જીત ઉગ્રતાવાદીઓની – ધોકાકૂટિયા ઝનૂનીની –(“ફેનેટિકસ'ની) થતી નથી, કારણ કે, માનવીને હમેશને માટે તંગ માનસિક વાતાવરણમાં રાખી શકાતો નથી. માનવીને મોટા ભાગ નંગ હાલતની બરદાસ્ત કરી શકતા નથી. ઇતિહાસ ઉપરથી જણાય છે કે, ૧૭મી સદી સુધી જે ધર્મયુદ્ધ ચાલ્યાં, તેમાંથી મુક્તિ મેળવીને ૧૮ મી સદીમાં બહુજનસમાજે છુટકારાને દમ ખેંચ્યો અને એ સદી – “એજ ઑફ રીઝન'– બુદ્ધિના વર્ચસ નીચે આવી. ઇતિહાસના આ પાઠ ઉપરથી હું એવું અનુમાન કરું છું કે, આપણે બે વિશ્વયુદ્ધો જોયા બાદ હવે એવા કાળમાં જઈ રહ્યા છીએ, જયારે અગાઉની માફક ફરી પાછું બુદ્ધિનું વર્ચસ સ્વીકારાશે અને માનવી એકબીજાની માન્યતાઓની બાબતમાં ઉદારભાવે હકીકત તપાસી નિર્ણય લેશે – ઉગ્રમતવાદીની પેઠે પરપીડનપ્રિય નહિ રહે.” પૂ૦ ૪૪-૪૫] - बर्टान्ड रसेल

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238