Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 228
________________ એકવીસમી સદીમાં! २०७ - જવાહરલાલ જુદી જ માટીના બનેલા માણસ હોઈ, તે અંગ્રેજી, દારૂ, સ્ત્રી-પુરુષ સંબંધમાં નિરંકુશતા, તથા ગોરાઓની યંત્રોદ્યોગમૂલક ભોઐશ્વર્યસંસ્કૃતિના આશક હતા. અને તેમણે તરત જ ગાંધીજીએ “દેવીસંસ્કૃતિ તરફ આગળ ધપાવેલા પ્રગતિના કાંટાને ભાવી દઈ, પાશ્ચાત્ય ભોગેશ્વસંસ્કૃતિ અને વિજ્ઞાન-ટેકનોલોજીની તદ્દન ઊલટી દિશા તરફ ફેરવી નાખ્યો. પછી તે તેમની પુત્રી ઇન્દિરા ગાંધીને જમાને આવતાં વેંત જવાહરલાલના વખતમાં ગળચવાં ખાતાં ખાતાં ટકી રહેલા લોકશાહીના આભાસને પણ ઉલટાવી દેવામાં આવ્યો; અને “અર્ધ-માશલ લૉ” કે સર્વસત્તાધીશપણા તરફ જ વિપરીત પ્રયાણ આદરવામાં આવ્યું. ગાંધીજીએ ઊભી કરેલી અન્યાય-અત્યાચાર સામે લડત આપવાની ભાવના તો પ્રજામાંથી જવાહરલાલના વખતથી જ નાશ પામવા માંડી હતી; અને ભોગવિલાસ, સ્વાપરાયણતા અને “ઉપરથી નીચે સુધીના' ભ્રષ્ટાચારના કીચડમાં આખી પ્રજા સબડવા લાગી હતી. એટલે ઇન્દિરા ગાંધીને સત્તા એકહથ્થુ કરી લેવામાં કશી અડચણ જ ન નડી; અને પિતાની પછી પિતાને પુત્ર જ ગાદીએ આવે– અરે પિતાને વંશ દિલહીની ગાદી ઉપર કાયમ રહે, એની પરવી પણ થઈ શકી. ઇન્દિરા ગાંધી પછી ગાદીએ આવેલા રાજીવ ગાંધીએ તે પોતાના દાદાએ આરંભેલી વાત આગળ વધારવાની જાણે હોડ જ બકી છે: તે તે * એકવીસમી સદીમાં પહોંચી જતા પહેલાં જ યંત્ર વિજ્ઞાન ટેકનોલૉજીની બાબતમાં ભારતને યુરોપ-અમેરિકાના વિકસિત દેશોની હરોળમાં લાવી દેવા માગે છે, પરંતુ અત્યારે યુરોપ-અમેરિકાના જ વિચારવંત લોકે વીસમી સદીમાં આગળ વધતા વધતા એકવીસમી સદીમાં પહોંચતાં સુધીમાં બધાની શી વલે થશે, એની કલ્પના કરી, ધ્રુજવા લાગી ગયા છે. તેમણે કહેવા માંડ્યું છે કે, વેળાસર ચેતીને દુનિયાના લોકો એ જ માર્ગે આગળ વધવાને બદલે ગાંધીજીએ બતાવેલા – પ્રાચીન મહાપુરુષ કે તત્વચિંતકોએ ચીધેલા માર્ગ તરફ પાછા નહીં વળે, તે બધી બાબતમાં સૌને ભયંકર હતાશાના અને અશાંતિ – અજંપાના દહાડા જોવા મળવાના છે. • આધૂનિક, પાશ્ચાત્ય વિજ્ઞાન-ટેકનોલોજી વડે સરજેલી ક્રાંતિના માનવની દષ્ટિએ સામાજિક અને માનસિક જે પરિણામો આવવાનાં છે, તેને યથાતથ ચિતાર રજૂ કરનાર ઑલિવન ટોફલર જે કોઈ બીજો ચિત્રકાર નહિ મળે ! ફયુચર શૉક' નામે તેણે લખેલા પુસ્તકનું વસ્તુ પ્રથમ તે તેણે બે-ત્રણ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238