Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 225
________________ ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારી! - “માનવ, વ્યક્તિ કે સમૂહ તરીકે આત્મસંતાષ – આત્મતૃપ્તિ પ્રાપ્ત કરી શકે છે; જોકે દેખીતી રીતે જીવનમાં વ્યર્થતાની ભાવના, ધ્યેયહીનતા, આછકલાપણું, કંટાળા, આળસ, નાસીપાસી વગેરે વૃત્તિ ભલે વિહરતી હોય. એટલે જગતમાં કે જીવનમાં કોઈ હેતુ હાય એમ હું માનતા નથી. છતાં મને સમજાયું છે કે, માનવ પેાતાને માટે કોઈ હેતુ શેાધી શકે છે અને સંતોષી બની શકે છે. માનવ સમુદાય માટે પણ આવી કોઈ શેાધ શકય છે ખરી. [પુ૦ ૬૫] rev “ એટલે સરવાળે હું વિવિધતામાં માનું છું. બહુવિધ અને સંકુલ જીવનને એકાદ સૂત્રથી સમજાવવા મથવું તે બરાબર નથી, આ બધા (કહેવાતા) મૂળભૂત નિયમાની પાછળ કંઈક આત્મવિશ્વાસ યા શ્રદ્ધાનું બળ જરૂરી છે; અને જેને આત્મવિશ્વાસ કે શ્રાદ્ધા કહીએ છીએ તે શું છે?જીવનમાં વિશ્વાસ મૂકી આગળ વધે. વિવિધ પ્રકારનું સભર અને પ્રગતિપાષક જીવનક્ષેત્ર તમારી આગળ પેાતાને વિસ્તૃત પટ દાખવી રહ્યું છે, મારી શ્રદ્ધા આખીયે જીવંત સૃષ્ટિમાં છે. [પુ૦ ૭૪ ] - जुलियन हक्स्ले સર ઑલ્લર બીજા એક ભાષણમાં ઑસ્કર વાઇલ્ડની એક ઉક્તિ ટાંકે છે : ‘જીવનમાં બે મોટી કરુણતા છે: એક તો આપણને જોઈતી ચીજવસ્તુ ના મળે તે; અને બીજી આપણને જોઈતી બધીયે ચીજવસ્તુ મળી જવી તે.' આ ઉક્ત ટાંકી પેાતાની અનુભવવાણીમાં ઑસ્કર કહે છે : “આ વિચારનો કટુતાનું દર્શન મને મારા કેટલાયે સાથીદારોમાં જોવા મળ્યું છે. પેાતે આંકેલી સફળતા જીવનમાં સાંપડયા છતાં એ લોકોને નથી તૃપ્તિ કે શાંતિ. ચિંતા અને અશાંતિના ઊભરા એમના જીવનમાં આવ્યા જ કરે છે. અને આ જોતાં મને એક પાદરીના શબ્દો યાદ આવે છે : • આત્મિક અશાંતિ અને વ્યથા સાથેાસાથ આપણા બંને હાથમાં ચીજવસ્તુઓ ઠાંસીને ભરવામાં આવી હોય, તેના કરતાં શાંતિ સંતોષ સાથે થેાડી આવશ્યક ચીજો મળી હાય તે વધુ પસંદ કરવા જેવું છે.” [y૦ ૮૯] - सर विलियम आस्लर તા. ૩૧-૧૨-૬૩ =

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238