Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

Previous | Next

Page 207
________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે! અલબત્ત, સ્ત્રી-પુરુષના પ્રેમ-રસની વસ્તુ આજના જેવા સામાન્ય સુખેથી જમાનામાં તેની હીનમાં હીન કોટીએ જ પ્રગટતી હોય છે. આપણા દેશમાં જેમકે અત્યારે એ વસતુ કુટુંબનિયોજનનાં પ્લાસ્ટિક કે નસ્તરમાં જ અટવાઈ ગઈ છે. અને તેથી જ પશ્ચિમ હિંદના એક અગ્રગણ્ય અંગ્રેજી છાપાના ફિલ્મ પ્રકાશનમાં એક કટારલેખક, જયારે તેને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમને કેવી સ્ત્રી ગમે – વાંકા પોપટ-નાકવાળી (હૃકડ) કે સીધા નાકવાળી? ત્યારે તે જવાબ આપે છે – મને તે ‘લુડ’– આંકડી નાખેલી નાખેલી સ્ત્રી ગમે ! ભારત સરકાર દેશના સાહિત્યકારો – નવલયા-લેખકો – કવિતા લેખકો – ચિત્રકારે – ફિલ્મ નિર્માતાઓ – એ સૌની પાસે કુટુંબ-નિયોજનના કામ માટે જ મદદ માગી રહી છે. તેને સમગ્ર સાહિત્ય-કળા દ્વારા માત્ર એ એક જ લક્ષ્ય સિદ્ધ કરવું છે. અને તે માટે રૂપાળી દલીલ એવી કરાય છે કે, દેશની સંપત્તિ મર્યાદિત છે એટલે એને ભગવનારાં અમર્યાદિત ન હોવાં જોઈએ. અર્થાતુ અત્યારની પેઢીના હાથમાં દેશની જે કંઈ ધનસંપત્તિ આવી છે, તેને ઉપભેગ તેણે જ ઘરડા થઈ મરતા સુધી કર્યા કરો – નવી સંતાનોત્પત્તિ દ્વારા જેટલા તેમાં હિસ્સેદારો વધશે, તેટલું તેનું જ સુખથેન ઓછું થશે! આવી ભાવનાવાળા દેશમાં પ્રેમ-શૌર્ય-સ્વાર્પણ-બલિદાન વગેરે ઉદાત્ત ભાવે અને ભાવનાઓનુ પછી ઢબ જ થઈ રહે, મા પિતાના રોટલાના ટુકડાંમાંથીય પિતાના બાળકને મોટે ભાગ આપી દે, એ ભાવના તે માનચિત ભાવના કહેવાય. પરંતુ મા પિતાનું સુખચેન ઓછું ન થાય, તે માટે બાળકોને ગર્ભમાં આવતાંત કે આવતા પહેલાં રોકી રાખવા ઇચ્છ, એ તો કઈ નીતિને યોગ્ય ભાવના કહેવાય એ કહેવું મુશ્કેલ છે. દેશમાં અનાજ ઓછું છે માટે ખાનારાં મોઢાં ઓછાં કરશે એવી રાષ્ટ્રીય હાકલ ન હોઈ શકે. રાષ્ટ્રીય હાકલ તે એવી હોય કે દરેક હાથને કામ મળવું જોઈએ, અને દરેક મઢાને ખાવાનું. એ જાતની હાકલ નીચે બધી માનચિત ભાવનાઓને ખીલવાને કે જન્મવાને અવકાશ રહે છે. પણ ‘તમારા સુખચેનમાં ભાગ પડાવવા આવનાર તમારા બાળકને આવતું રોકો’ એવી હાકલ મા-બાપને કરવી, એ તે બધી ઉદાત્ત ભાવનાઓને જન્મતાં વેંત જ મારી નાખવા જેવું છે. એ દેશ કે એવી આખી દુનિયા પછી એકબીજાને ભોગે સુખી થવા ઈચ્છતાં, અને અંદરોઅંદર લડી ઝઘડીને ખતમ થતાં કાંગલાની જ દુનિયા બની રહે. એવા ભવિષ્યથી ભગવાન સૌને બચાવે.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238