Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 206
________________ ફેનિલવથ ૧૫ અલબત્ત, તેના નાયક સ્કૉટલૅન્ડનો એક ઠાકોર ખાનદાનનો જુવાનિયા છે. તેનું આખું કુટુંબ એ ખાનદાનની અંદરઅંદર ચાલતી લડાઈઓમાં ખતમ થઈ ગયા બાદ, તે એકલે બચી નીકળી પેાતાના મામા કે જે ફ્રાંસમાં રાજા લૂઈ-૧૧ના સ્કૉટિશ સંરક્ષક-દળમાં નાકરી બજાવતા હોય છે, તેમની મદદથી તેવી જ નોકરી મેળવવાની ઇચ્છાથી ટ્રાંસ તરફ ચાલ્યા આવે છે. તે ફ઼્રાંસના રાજાના તુરમાં આવેલા રાજગઢ સામેની નદીને કિનારે વાર્તામાં પ્રવેશ કરે છે, ત્યારથી જ આ પ્રેમશૌર્યની કથાના જે રસપ્રવાહ મંડાય છે, તે આ નવલકથાની છેલ્લી લીટી સુધી અસ્ખલિત વહ્યું જાય છે. આપણે ત્યાં પણ રાજપૂતાની તથા કાઠીઓની એવી જ વીરરસભરી અનેક ચારણ-કથા જાણીતી છે. રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તે। એવી કથાએનાં ધામ છે. સ્કૉટલૅન્ડની વીરકથાઓના એક સુપ્રસિદ્ધ લેખકની આ કથા ગુજરાતી વાચકોને પણ ગમશે તથા તેમને પ્રેમશૌર્યના રસથી તરબાળ કરશે, એવી આશા છે. પ્રેમ અને શૌર્ય એ કોઈના પણ જીવનમાં અદ્દભુત રસ પૂરવા માટે પૂરતાં સમર્થ બળા છે. અને માનવજીવન મુખ્યત્વે એ બેથી જ રસભર્યું બન્યું છે, પરંતુ એ બંનેયની ઊતરતી હીન કક્ષા પણ હાઈ શકે છે; અને એમ બને ત્યારે તેમના જેવી માન જીવનને ભ્રષ્ટ અને બરબાદ કરનારી ચીજો પણ બીજી કોઈ નથી. એટલે એ બે વસ્તુઓની કથાઓનું સેવન બહુ સાવધાનીથી કરવા જેવું છે. કોઈ પ્રતિભાશાળી વિરલ લેખક જ એ બે ભાવાને નિર્ભેળ શુદ્ધ સ્વરૂપમાં રજૂ કરી શકે. આ નવલકથા જ જુઓ— પહેલેથી છેલ્લે સુધી એમાં પશ્ચાદ્ભૂમિકામાં એક સુંદર સ્ત્રી જ વ્યાપી રહી છે, કવેન્ટિનની કથા મંડાય છે ત્યારથી જ – મલમેરી-મંડપ લૉજમાંથી જ — ઇસાબેલા તેના જીવનમાં દાખલ થાય છે, અને છેવટ સુધી રહે છે. છતાં તે એના પરાક્રમી જીવનના એક પ્રેરકબળ તરીકે જ રજૂ થાય છે — અને રહે છે. નવલકથાની લગભગ છેલ્લી લીંટીમાં જ તેમના લગ્નની હકીકત નોંધાય છે; છતાં આખી નવલકથામાં તેમના પ્રેમ-ભાવ જ તેના મુખ્ય સૂત્ર તરીકે આખી વાર્તાના રસ-પ્રવાહને ધારણ કરી રાખે છે. કોઈ પણ બીજા સામાન્ય લેખકના હાથમાં આ નવલકથા પ્રેમ-ૌર્યને બદલે સ્થૂલ ભાગરસમાં પણ પરિણત થઈ હાત. પ્રેમ-રસને ક્ષુલ્લક ભાગરસમાં સરકી જતાં વાર નથી લાગતી. પ્રેમી પાત્રોના ઉદાત્ત અને શૌર્યભર્યા સ્વચ્છ જીવન-કાર્યથી જ તે રસની પ્રેરક-બળ તરીકેની તાસીર જળવાઈ રહે છે.

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238