________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! તેવું, માનવશક્તિની મર્યાદાના મુદ્રણસમું, યહુદી કન્યા રેબેકાનું નિષ્કમણઆ નવલકથાને નવી જ ગહરાઈ અપે છે, અને “પ્રમાદી મને જન' એવા ઉપાલંભથી દૂર રાખે છે. જેમાં બધું સમુસુતરું ઊતરે છે અને નોર્મન – સેકસન વચ્ચે સુમેળભર્યો વ્યવહાર સ્થાપિત થાય છે - તેવી “ઇવાન હૈ” કથામાં, જાણે શેકસપિયરની દેણ છે તેવું – ઈસાક અને રેબેકાનું હૈયાનું હીર નિરર્થક ઠરે છે – એ કેવું કઠિન દર્શન! જાતજનના માનવસમૂહ વચ્ચે પ્રેમસંબંધ અને સુખમય વ્યવહાર હજુ અનાગત રહ્યાં છે તેનું આ એંધાણ બને છે.
» સ્કૉટની બીજી પસંદગીની કૃતિઓ પણ ગુજરાતી વાચકને આ પ્રકાશન મંદિર આપશે, તે એ એક સુંદર અને ઉપયોગી સેવા થશે. આ સંસ્થાને મારી શુભેચ્છા પાઠવી વિરમું છું. તા. ૨૮-૩-'૭૧
એસ. આર. ભટ્ટ
રગે રગે ક્રાંતિકારી
આચાર્ય કૃપલાની લેખકઃ બિપિન આઝાદ
કિ. ૩-૦૦ પાગલ હે ગયે ક્યા? તમે અમને પગે શાના લાગો છો? અમે કાંઈ તમારાથી ઊંચા છીએ શું? અમે કોઈ very special માણસે નથી. અમે તે ડેમ પિવિટિશ્યને છીએ. તમે નેતા બનાવ્યા એમાં પગ શાનારપકડો છો? પાગલ હે ગયે ક્યા? હું તમને સાફ સાફ ચેતવું છું કે, આવું કરશો તે ગુલામી પાછી આવશે. અમે તો સાવ સામાન્ય માણસ છીએ, કદાચ તમારાથી વધુ સામાન્ય સ્વતંત્રતાની કિંમત ચુકવવા જાગ્રત રહે, નહિ તો તમને સારી સરકાર કદાપિ મળશે નહિ. આ જયજયકાર શા માટે બેલા છો? ત્રીસત્રીસ વર્ષો સુધી તમે આ જયજયકાર બોલાવ્યો. પરિણામ શું આવ્યું? આ શું કરે છે? કઈ દિવસ પોલિટિશ્યનોના પગ પકડશે નહિ. કઈ પોલિટિશિયન પિતાના અંગત સ્વાર્થથી પર નથી. મારી તમને નમ્ર વિનંતી છે. લગામ તમારે તમારા હાથમાં રાખવાની છે. ડરવાનું નથી કે ગભરાવાનું નથી. પિવિટિશ્યને કાંઈ આધ્યાત્મિક માણસ છે કે પગે લાગે છે? એમને ભાઈ છે, પુત્ર છે, પત્ની છે. બધાંને સ્વાર્થ છે. સગાં શું કરે એની ખબર