Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 208
________________ આશા અને ધીરજ એટલે સાચા પ્રેમ-શૌર્યનાં જીવન-ચિત્રો રજૂ કરતી આવી નવલકથા જેટલી મળે તેટલી ઓછી. એવાં પ્રેમ-શૌર્ય અંકિતસ્રી-પુરુષનાં સંતાન પણ એવાં તેજસ્વી પાકશે, જે ધરતી ખૂંદીને ગમે ત્યાંથી ખાવાનું અને પીવાનું મેળવી લેશે, તેમ જ એકબીજાને વહેંચીને ખાવાનું જ ઈચ્છશે. લૂપાની ફૅટરી અને નિરોધનાં પૅકેટો એ તે સૌ આદર્શોનું — સૌ ઉદાત્તા ભાવનાઓનું – અરે પ્રેમશૌર્યની જ ભાવનાનું કબ્રસ્તાન છે. તા. ૧-૧૨-૯૩ ગેાપાળદાસ પટેલ આશા અને ધીરજ અલેકઝાન્ડર ડૂમા સંપાદક : ગેાપાળદાસ પટેલ કિ. ૩૦-૦૦ ૧૮૭ કાઉન્ટ ઑફ મેાન્ટક્રિસ્ટા’ [બાળક માટે] પ્રકાશકનું નિવેદન મશહૂર ફ્રેન્ચ નવલકથા-કાર તથા નાટય-કાર અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨-૭૦)ની વિખ્યાત નવલકથા ‘કાઉન્ટ ઑફ મેન્ટ-ક્રિસ્ટો ’ના સંક્ષેપની આ બીજી આવૃત્તિ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે. મૂળ નવલકથા । માએ ઈ.સ. ૧૮૪૪-૫ દરમ્યાન ૧૮ ભાગામાં પ્રસિદ્ધ કરી હતી. તે બૃહત્કથાના આખા અનુવાદ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવા, એ તા આર્થિક દૃષ્ટિએ કરતાં, વધુ તે, આજના ગુજરાતી વાચકની દૃષ્ટિએ મિથ્યા પ્રવૃત્તિ જ ગણાય. છતાં આ સંક્ષેપ એવી સફળ રીતે તૈયાર થયા છે કે, એ વાંચતાં – અને કેટલીક વાર તે વારંવાર વાંચતાં પણ – રસના ઘૂંટડા ઊતર્યા જ કરે છે. - આ નવલકથા અદ્દભુત રસની નવલકથા છે. પરંતુ એને અદ્ભુત રસ અલાદીનના જાદુઈ દીવાની કથાના જેવા માત્ર મનેોરંજન પૂરતો અદ્ભુત નથી. આ નવલકથામાં માનવના અંતરની સારી તથા ખાટી એમ બંને જાતની લાગણીઓને અદ્ભુત રસના રંગથી રંગીને એવી પરાકાષ્ઠાએ પહેોંચાડીને રજૂ કરવામાં આવી છે કે, જેથી તે સંપૂર્ણ યથાતથતા ધારણ કરવા ઉપરાંત વધુ તા પૂરેપૂરી વેધક બની રહી છે. આપણી ઊંડી લાગણીઓને

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238