________________
મામા મલ્કદાસની વાણી
૧૧
મલૂકદાસ એવું સરોવર છે કે તમે નીચા ઝૂકીને ખાબા ભરશે। તો તૃપ્ત થઈને જ ઊઠશે.. તમે જો રાજી થઈને તમારા હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકશે, તે મલૂકના તરંગો તમારામાં ઝંકાર પેદા કરી મૂકશે. તમે નાચી ઊઠશેા. એ નાચમાં જ તમારું રૂપાંતર થવા લાગશે, અને એ રૂપાંતર સાથે જ પરમાત્માના આવિષ્કાર.
૩
એમણે કહેલું એક વચન જ લાકોને યાદ છે; ગયાં છે. વચન બહુ પ્રસિદ્ધ થઈ ગયું પણ સમજવામાં આવ્યો. એ વચન છે.
બાકીનાં બધાં ભુલાઈ તેના અર્થ ખાટો જ
अजगर करे न चाकरी, पंखी करे न कोम ।
',
दास मलूका कहि गया, सबके दाता राम ॥
આ સીધા-સાદા લાગતા વચનના બે અર્થ થઈ શકે છે. તમે તમારા અધિકાર મુજબ જે અર્થ પસંદ કરો તે કાં તા તમારો માર્ગદર્શક બને, અથવા તમને માર્ગભ્રષ્ટ કરનાર પણ બની શકે. તે વચનમાં એટલું જ કહ્યું છે કે, અજગર મજૂરી કરવા જતા નથી તથા પંખી ખેતરો અને વાડીએ ઉછેરવાનું કપરું કામ પણ કરતાં નથી, છતાં પેાતાને રોજ ખાવાનું પામે છે. એનું કારણ એટલું જ છે કે, સૌને ખાવાનું આપનાર જોગવનાર પ્રભુ રામ છે. તેના ભંડાર ભરેલા જ રહે છે – કદી ખૂટતો નથી.
-
ઉપર જણાવ્યું તેમ સાદા શબ્દોમાં કહેવાયેલા આ દોહાના બે અર્થ થાય છે – અર્થ કરનારના અધિકાર પ્રમાણે.
પરમાત્મા જ સૃષ્ટિનું બધું તંત્ર ચલાવે છે, તેમણે વિવિધ પ્રાણીઓ સ' છે, તેા તેમના નિર્વાહની – ખાન-પાનની જોગવાઈ પણ તેણે જ કરી રાખી છે. એટલે કશી ચિંતા કર્યા વિના તું ભગવાનના નામનું જ સ્મરણ કર્યા કર – એવા અર્થ મલકદાસ જેવા ભેાળાભાલા ભક્તને સૂઝે.
ત્યારે આળસુ હરામખાર લેક તેમાંથી એવા અર્થ કાઢે કે, જુ અજગર કથી મજૂરી કર્યા વિના ઝાડની તોતિંગ ડાળા ઉપર વીંટાઈને પડયો રહે છે, અને તેને ખાવા જોઈતાં પંખીઓ અને પ્રાણીએ તેના મોંમાં આવીને પડયા કરે છે. બીજી બાજુ પંખીઓ ખેતર ખેડવા – વાવવા તથા લણવાની મહેનત કરવા જતાં નથી, છતાં તેમને ખાવા જોઈતું અનાજ — તેના દાણા તેને ખેડૂતે પકવેલા ખેતરના પાકમાં તૈયાર મળે છે, માટે ખાવાપીવા માટે કમાવાની ધમાલમાં પડયા વિના આરામથી પડી રહેા, ભગવાન