Book Title: Gujarat Vishva Sahitya Bhale Padharo
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust

View full book text
Previous | Next

Page 200
________________ બાબા મલુકદાસની વાણી ૧૭૯ લાયક પુસ્તકોની હારમાળા જ પ્રકાશિત કરી દીધી. તમને નવાઈ લાગશે કે ઓરિસન સ્લેટમાર્ડનનાં “આગળ ધ' જેવાં પ્રેરક પુસ્તકોના અનુવાદ પણ તેમણે બહાર પાડયા. એ યુગને “અખંડાનંદ યુગ' જ કહેવો પડે. પછી આવ્યા ગાંધીજી અને આઝાદીની મહાન લડત. તેની સાથે આવ્યું નવજીવન પ્રકાશન મંદિર અને ગૂજરાત વિદ્યાપીઠ. આઝાદી આવ્યા પછી આવ્યું પરિવાર પ્રકાશન મંદિર જેણે ગાંધીજીના સાહિત્ય ઉપરાંત વિશ્વસાહિત્ય કહેવાય એવાં પુસ્તકોના અનુવાદોને પણ ઢગલો વાળી દીધ. પણ હવે આવ્યો મરણકાળે ભાગવતની સપ્તાહ સાંભળી રાજા પરીક્ષિતની પેઠે પરલેક સિધાવવાને યુગ. હજુ પ્રકાશનકાર્ય ગુજરાતીમાં થાય છે, પણ અઢીસે ત્રણસો રૂપિયાની કિંમતની કવિતાની, નિબંધની, જીવનચરિત્રની કે નવલકથાની પડી ખરીદીને કણ વાંચી શકે? એટલે ઘણીખરી તો સરકારી ગ્રાંટવાળી લાયબ્રેરીમાં કે સ્મારક પુસ્તકાલયમાં જતી હશે. નવજીવન પ્રકાશન તથા વિદ્યાપીઠ પ્રકાશનની તે “મેરારજી”-સપ્તાહ મંડાઈ ગઈ. હજુ ગુજરાતમાં તથા મુંબઈમાં બે-ચાર ગુજરાતી પ્રકાશન-સંસથાઓ ચાલે છે જેમનાં પ્રકાશનેનાં લાંબાં લીસ્ટ વાંચીએ તે આભા થઈ જવાય. આ સ્થિતિમાં રજનીશજીના સંત-સૂફીઓની રચનાઓના ગુજરાતીમાં અનુવાદ પ્રસિદ્ધ થવા અસંભવિત છે. નવ ગુજરાતી વાચક, અને તેય યુનિવર્સિટીમાં તથા કૉલેજમાં ભણતા યુવક સંત અને ફકીરનું નામ સાંભળીને જ મોટું મરડે, ત્યાં રજનીશજીનાં લાંબાં ટિપ્પણવાળા અનુવાદો જોઈને તે ભાગી જ જાય. કારણ કે, જે પુસ્તકો ખાસાં મેટાં છે, તથા કેટલાંક પુસ્તકોના તો ચાર-પાંચ-દશ-પંદર જેટલા ભાગે પણ છે. તે પુસ્તકોના અનુવાદો કરાવી છપાવીને પ્રસિદ્ધ કરાવનાર કેઈ ઉત્સાહી પ્રકાશક નીકળે તેની તો રાહ જ જોવી રહી. પરંતુ વિશ્વ-સાહિત્ય અકાદમીએ વચલો માર્ગ કાઢી તે પુસ્તકો કેવાં હશે તેને સ્વાદ માત્ર ચાખવા મળે તેવા નાનકડા અનુવાદમાં તે “સંતવાણી પ્રકાશિત કરવા નિર્ણય લીધો છે. તેમાંના “બાબા મલૂકદાસની વાણી' પુસ્તક માટે. શરૂઆતમાં રજનીશજીએ મલૂકદાસજીને પરિચય કરાવવા જ લખેલું છે તેમાંથી થોડાક ભાગનો અનુવાદ નીચે રજૂ કર્યો છે. તે ઉપરથી સંત અને ફકીરો ઉપરાંત રજનીશજી જેવા વિવેચકોનો પણ કંઈક પરિચય ગુજરાતી વાચકોને પણ કંઈક પરિચય મળી રહેશે. રજનીશજી કહે છે

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238