________________
સંત પલદાસની વાણી
૧૭૫ જ વાળવા માંડ્યો છે. કામશૃંગાર, દારૂ, દાણચોરી, મારામારી તથા પોલીસના ભ્રષ્ટાચાર અને અત્યાચારથી ભરેલાં એ ચિત્રો આપણી પ્રજાનાં જનાં બધાં સાંસ્કૃતિક મૂલ્યોને હૂાસ કરી દીધો છે. તેમ છતાં ભગવાન છેવટે દેશની પ્રાચીન – આધ્યામિક સંસ્કૃતિને બચાવી લેશે, એવી પ્રાર્થના અને આશા સાથે સંતમાળાનું આ પુસ્તક મા-ગૂર્જીને ચરણે ધર્યું છે. તા. ૧૨-૨-'૯૮
સંત પલટ્રદાસની વાણું એશે રજનીશજી
કિં. પ-૦૦ સંપાદકઃ ગોપાળદાસ પટેલ
સંત સેવતાં સુત વાધે
[પ્રસ્તાવના]
આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીના વર્ણસંકર માનવ-પુત્રે ઘણા પદાર્થો અને ઘણાં પ્રાણીઓને કાયમ માટે દેશનિકાલ તે શું પૃથ્વી-નિકાલ – અરે અસ્તિત્વ નિકાલ કરી દીધાં છે. કેટલાક પદાર્થોને વાપરી નાખીને તે કેટલાંક પશુ-પંખીને ખાઈ નાખીને. તે પદાર્થો કે પ્રાણીઓ ઉપર તેને કશો “સર્વ હક સ્વાધીન’ એ દાવો ન હોવા છતાં, તથા પિતાની જ ભવિષ્યની પેઢીઓને હક ગેરકાયદે ડુબાડવા જેવું નાલાયકપણે દાખવીને, તથા તે પેઢીઓ પિતાના હકોનું રક્ષણ કરવાની સ્થિતિમાં ન હોય તે વખતે તેમની વસ્તુઓને વાપરી નાખીને સારું વડીલપણું દાખવ્યું કહેવાય!
પરંતુ પિતાને વૈજ્ઞાનિક કહેવરાવતી અને માનતી આધુનિક પ્રજાએ પરમાત્મા અને તેને જે રીતે દેશનિકાલ કર્યા છે, તે રીતે તે તદ્દન અજ્ઞાનિક તથા અતાર્કિક જ છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતને વૈજ્ઞાનિક એ અર્થમાં કહેવામાં આવે છે કે, બીજે કોઈ પણ માણસ તેણે બતાવેલી રીત પ્રમાણે પ્રયોગ કરે તો તે પણ એ નિષ્કર્ષે જ પહોંચી શકે. પરંતુ પરમાત્મા અને સંતને તેણે નકારી કાઢયા છે તે તે અધ્યાત્મજ્ઞાનીઓએ બતાવેલી રીતે પ્રગ કરી જોયા વિના જ. એમાં વૈજ્ઞાનિકપણું કે તાર્કિકપણું શું આવ્યું?
પરમાત્મા તે આમેય “અલખ' હેવાથી કશો વાંધો ન ઉઠાવે; પણ સતએ અવારનવાર દેખા દઈને પરમાત્મા અને તેમને પામવાના માર્ગને