________________
૧૪
ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી !
સમક્ષ ચાલુ હિંદી ભાષામાં મેટા વ્યાખ્યાનરૂપે ટિપ્પણ સહિત ફરીથી તાજી કરાવી છે, એ એમના માટો ઉપકાર છે.
ગુરુ નાનકે કહ્યું છે કે, “હાથ-પગ, તન-દેહ જો મેલથી ભરાઈ જાય, તો પાણી વડે ધાવાથી એ મેલ ઉતારી કઢાય, મૂત્રથી કપડું જે પલીત થઈ જાય, તા સાબુ દઈને એને ધાઈ લેવાય. તેમ બુદ્ધિ જો પાપના સંગથી લિન થઈ જાય, તેા નામનેા રંગ દઈને તેને શુદ્ધ કરી શકાય.” (જ૦ ૨૦)
સંતા-ભક્તોની વાણી બુદ્ધિના – અંતરના મેલ ધાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે વાણીમાં તે સંતા-ભક્તાનું અંતર ઠલવાયેલું હાય છે. તેના જેટલા સત્સંગ કરીએ તેટલા ઓછા. જુદા જુદા પ્રદેશના જુદા જુદા સંતાએ ત્યાં પ્રચલિત પ્રાચીન પ્રાદેશિક ભાષામાં પેાતાનાં ભક્તિ-પદો ગાયાં છે. ગુજરાતી વાચકને તે પદોના ભાવ સમજવા સુગમ થાય તે માટે તેમને આશા રજનીશજીએ વ્યાખ્યાનરૂપે ચાલુ હિંદીમાં જે અનુવાદ આપ્યા છે, તેને આધારે આ ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે.
શ્રી. મગનભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ પહેલા ધોરણથી માંડીને વિનીત (મેટ્રિક) સુધીનાં ધારણા માટેની વાચનમાળા તૈયાર કરવાનું કામ ગૂજરાત વિદ્યાપીઠે ઉપાડયું હતું ત્યારે સરદારશ્રીએ કહેવરાવ્યું હતું કે, આપણી વાચનમાળાના પાઠોમાં ભગવાનને લાવવાનું ન ભૂલશેા, તથા કવિતામાં ભજના લાવવાનું. — કારણ કે, હવે પછીના જમાનામાં બાળકને કાંય ભગવાનનું નામ સાંભળવા મળવાનું નથી.
અને સરદારશ્રીએ ભાખેલું ભવિષ્ય કેટલું બધું સાચું નીવડયુ છે, તે કહી બતાવવાની જરૂર છે ખરી ? ખરી વાત તો એ છે કે, વિશ્વ-સાહિત્ય અકાદમીએ શેા રજનીશજીએ જે સંતાનાં જે ભક્તિપદા ઉપર વ્યાખ્યાના આપ્યાં છે, તે ભક્તિપદાના તેમણે કરેલા ભાષાંતરને ગુજરાતી અનુવાદરૂપે પ્રકાશિત કરવાનું ઠરાવ્યું, ત્યારથી જ એવું માની લીધેલું છે કે, એ ચાપડી કોઈ ખરીદવાનું નથી કે વાંચવાનું નથી, પરંતુ નહેરુ-વંશે ઊભા કરલા ધર્મરહિત જમાનાને દરેક જણ જ્યાં ઊભા હોય ત્યાંથી, જે રીતે બને તે રીતે નહિ પડકારે, તે નહેરુ-વંશ સાથે આખા દેશ પણ રસાતળમાં લુપ્ત થઇ જશે. એટલે અકાદમીએ આ સંત-માળા પ્રકાશિત કરવાનું આરંભીને પાતાની ટાંચી સામગ્રીથી પણ જમાનાની ધર્મરહિતતાને પડકારવાના નિરધાર કર્યો છે.
સિનેમા અને દૂરદર્શનની સામાન્ય હૃદયા ઉપર અતિ કારમી અસર થાય છે. તેમાંય લાંચખાઉ ભ્રષ્ટ સરકારી અમલદારોના નિયંત્રણ હેઠળ મુકાયેલાં એ બે સાધનાએ તે બધાં સાંસ્કૃતિક તથા ધાર્મિક મૂલ્યોના સમૂળગા દાટ