________________
૧૧૮
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! શ્રી. ભમગરા માનવનું માત્ર જડ શરીર સંભાળીને બેસી રહેતા નથી તે તે માણસને તન-મન-આત્મા એમ ત્રિમૂર્તિરૂપ માને છે, તેથી માણસનું મન અને અંતરાત્મા જયાં સુધી નીરોગી – શુદ્ધ ન બને, ત્યાં સુધી માણસના શરીરને જ ઉપચાર કરીને બેસી રહેવાથી કંઈ જ નીપજતું નથી, એમ
માને છે.
તેથી તે પોતાની ઉપચાર-પદ્ધતિને “માનસિક-આધ્યાત્મિક' પણ કહે છે. કારણ કે, આપણા રોગો આપણે જ આમંત્રેલા – અરે આપણે જ ઊભા કરેલા હોય છે. બેટી જીવન-પદ્ધતિને લીધે જ તેઓ પેદા થાય છે: “ખોટી જીવન-પદ્ધતિ' એટલે ખાટો ખોરાક લે, કસરતને – શરીરશ્રમને અભાવ, સવચ્છતાનો અભાવ, તથા જીવન અને તેના લક્ષ્ય વિષે તથા તે અંગેના સંબંધો અને આકાંક્ષાઓ વિષે અવળા – બેટા ખ્યાલો! એ કારણે જ માણસ જીવન દરમ્યાન સામે આવીને ઊભાં રહેતાં તનાવ અને દબાણની સામે ટકી રહેવાને બદલે એકદમ ભાગી પણ પડે છે.
- શ્રી. ભમગરા જણાવે છે કે, આરોગ્ય વિષેના જ્ઞાનને પ્રચાર કરતી વેળા હું જોરદાર દવાઓ અને વાઢકાપને આશરો લેવાનું ત્યાગવા ઉપર ભાર મૂકું છું. કારણ કે, આપણા શરીર-મનનું ઘડતર એકબીજાની સમન્વિત રીતે થયેલું છે. અર્થાતુ શરીરને એકેએક અવયવ એકેએક માનસિક શક્તિ સાથે સમન્વિત છે. એટલે તમે ઉતાવળ કરીને એક ટોન્સિલ કે એક એપેન્ડિકસ કાપી નાખે, તેની સાથે મનના સમગ્ર ઘડતરમાંથી પણ તમે કશુંક કાપી નાખ્યું, એમ તમારે માનવું જ રહ્યું. ઉપરાંત જે દવાઓ ખાઈને આપણે રોગને ઉપચાર કર્યો એમ માનીએ છીએ, તે દવાઓથી ઘણી વાર મૂળ રોગ કરતાં વધુ ખરાબ રોગ શરીરમાં ન ઊભો કરતા હોઈએ છીએ! ઘણા સુધરેલા કહેવાતા દેશમાં આજે ‘દાકતરોએ ઊભા કરેલા રેગ' (IATROGENIC)ની જ સંખ્યા વધતી જાય છે. તેથી હું દવાઓ છાડી લોકોને કુદરતે જ શરીરમાં મૂકી રાખેલી ઘા રૂઝવવાની અને રોગ નાબુદ કરવાની શક્તિઓ તરફ સભાન કરવા પ્રયત્ન કરું છું.
માનવ સેવાને જ જેણે પિતાની પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવ્યું છે. એવા “સંત” કહેવાને લાયક ડૉ. ભમગરાનાં વક્તવ્યોમાંથી વાનગીરૂપે કંઈક ગુજરાતી ભાષામાં ઉતારવાનો અને પ્રયત્ન કરે છે. આશા છે કે, ગુજરાતી વાચક શ્રી. ભમગરાના અનુભવ-જ્ઞાનને યથોચિત લાભ એથી ઉઠાવી શકશે. તા. ૧૦-૩-૮૬
ગોપાળદાસ પટેલ