________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે ૮, ગાંધીજીને અર્થશાસ્ત્રને લગતી બાબતમાં ઘણા લોકો (પ્રગતિને કટિ પાછો ફેરવનાર કે કેવળ) ગગનવિહારી – આદર્શવાદી માણસ ગણી કાઢે છે. પરંતુ તે લોકોએ ગાંધીજીના સિદ્ધાંતના પાયામાં રહેલ વસ્તુ સમજવાની તસ્દી જ લીધી હોતી નથી. ગાંધીજીને મન રેટિયો એ ભૂખ્યાં કરોડ માણસની સાથે આત્મભાવનું પ્રતીક છે. એ ભૂખ્યાં કરોડો જ તેમને મન પહેલો તેમ જ છેલ્લો અર્થાતું એકમાત્ર પ્રશ્ન છે. તે મૂંગા લાખો-કરોડ મનુષ્યોના અંતરમાં જ જેનું દર્શન થાય છે, તે ઈશ્વર સિવાય બીજા કોઈ ઈશ્વરને તે ઓળખતા નથી. યંત્રોનો ઉપયોગ કે વિજ્ઞાનની મદદને તે ઈનકારતા નથી, પરંતુ તે બંને બાબતે સમગ્ર પ્રજા જનેની આર્થિક તથા સામાજિક જરૂરિયાતો – આવશ્યકતાઓ સાથે બંધબેસતી હોવી જોઈએ. ગાંધીજી કહે છે કે, “મારા દેશને જોઈતી બધી વસ્તુઓનું ઉત્પાદન ત્રણ કરોડ માણસને બદલે (યત્રની મદદથી) માત્ર ત્રીસ હજાર માણસની મજૂરીથી કરી લેવામાં આવે, તેને મને વાંધો નથી. પરંતુ પેલાં ત્રણ કરોડ માણસ બેકાર તથા બેરોજગાર હરગિજ ન બનવા જોઈએ. મુખ્ય પ્રશ્ન... પ્રજાના કામકાજ વિનાના કલાકોનો ઉપયોગ કરવાનો અને એ રીતે કુદરતી પ્રક્રિયાઓ દ્વારા તેની વધતી જતી ગરીબાઈ હટાવવાનો છે...રંટિયાની સમગ્ર ફિલસૂફીનો પાયો જ એ હકીકતમાં રહેલો છે કે, હિંદુસ્તાનમાં અર્ધબેકાર કોડ મનુષ્ય છે. અને હું કબૂલ કરું છું કે, જો તેવાં કરોડો માણસે દેશમાં બેકાર રહેતાં ન હોય, તો રેટિયાને તેમાં કશું સ્થાન ન હોઈ શકે... હિંદુસ્તાનની કરોડો લોકોની ગરીબાઈ તથા પરિણામે નીપજતી બેરોજગારી હટાવી શકાતી હોય, તે આધુનિકમાં આધુનિક યંત્રોનો ઉપયોગ પણ હું મંજુર રાખું.”
– પાલખીવાલા ૯. ગાંધીજીને મન આ સાત બાબતે મહા-પાપરૂપ હતી –
નીતિ વિનાને – વેપાર; અંતરાત્માને સંતોષ વિનાનું - સુખ, સિદ્ધાંત વિનાનું – રાજકારણ; ચારિત્રય વિનાનું – શાન; માનવતા વિનાનું – વિજ્ઞાન; ઉદ્યમ વિનાની – સંપત્તિ, આત્મસમર્પણ વિનાની – ભક્તિ,
- પાલખીવાલા