________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારે! પરદેશ એમને અવારનવાર આમંત્રણ આપે છે– પણ એને એમને નો નથી. એક વાર પરદેશ ગયા પછી કેટલાય માણસે ત્યાં કોઈ એવા સંબંધો બાંધી આવે છે કે પોતે ત્યાં છાશવારે જઈ શકે એને એક નકશો તૈયાર કરી દે છે. ભમગરાને આવી કોઈ ફરવાની કે પરદેશી સ્થળની ઘેલછા નથી. જયાં હોય ત્યાં કામ મહત્ત્વનું છે. પરદેશ જઈ આવેલા કેટલાયે માણસને “હું જ્યારે લંડનમાં હતો, હું જ્યારે પૅરિસમાં હતું, કે હું જયારે ન્યૂયોર્કમાં હતો.' – એમ કહીને વગર ગુલાલે હોળી રમત જોઉં છું ત્યારે આપણા લોકોની સામાને આંજવાની વૃત્તિ માટે દુઃખ થાય છે, દયા આવે છે. ભમરા મસાજ કરતા હોય કે લાઈટ આપતા હોય – આપણને એ અનુભવ થાય કે જાણે કે કાર્ય દ્વારા તેઓ ચૂપચાપ પ્રાર્થના કરતા હેય છે.
શ્રી. બંસીલાલ દેસાઈ નામના શિક્ષકની એમના ઉપર ભારે અસર પડી છે. રજનીશજીથી ભમગરા પ્રભાવિત છે. રજનીશજીની વાણી પાછળ ધબકતા તત્વજ્ઞાન સાથે ભમગરને સંબંધ છે. એ વાણી પાછળ ક્યારેક ચબરાકી દેખાય છે–એનાથી ભાંગરા વાકેફ છે. તત્ત્વજ્ઞાન, યોગ અને સંગીત – એમને માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવાં છે. ડૉક્ટરે કવિતા પણ લખીતી અને ચિત્રો પણ દેયતાં. દરદીના અસાધ્ય રોગને જ્યારે તે મટાડી શકે છે ત્યારે કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હોય એટલો એમને આનંદ થાય છે. ડૉ. ભમગરાએ અનેક પરિચય પુસ્તિકાઓ લખી છે. ઉપવાસ દ્વારા આરોગ્ય’ નામની પુસ્તિકામાંથી એક અવતરણ આપુ છું:
જ્યાં અવકાશ છે ત્યાં આરામ છે. માનવી માનવી વચ્ચે પણ અવકાશની જરૂર છે.
માનવીનાં મકાન વચ્ચે પણ અવકાશ જરૂરી છે: માનવીના વિચારો વચ્ચે પણ અવકાશની આવશ્યકતા છે: માનસિક આરામ માટે જ નહીં, બલકે વિચારોની શુદ્ધિ માટે પણ વિચારો વારંવાર રોકતા રહેવાની, મન શૂન્ય કરવાની, ચિત્ત શાંત કરવાની જરૂર છે.”
એક ભોજનથી બીજા ભોજન વરચે પણ અંતર – અવકાશ જરૂરી છે. ભોજન-ભોજન વચ્ચે જ નહીં, પરંતુ એક કોળિયા અને બીજા કેળિયા વચ્ચે પણ થોડું અંતર હોય તે રાકનું પાચન સુધરે છે.'
કેવળ શરીર નહીં કે કેવળ મન નહીં – એવા મનુષ્યની આચારસંહિતાનું એક પાનું ઊઘડતું અહીં જોઈ શકાય છે.